Home> Entertainment
Advertisement
Prev
Next

Shocking : સુપરહેન્ડસમ લાગતો કપિલ શર્મા હવે થઈ ગયો છે મમરાની ગુણી જેવો, લેટેસ્ટ તસવીર જોવા કરો ક્લિક

છેલ્લા કેટલાક સમયથી કપિલ ખોટા કારણોસર ચર્ચા છે

Shocking : સુપરહેન્ડસમ લાગતો કપિલ શર્મા હવે થઈ ગયો છે મમરાની ગુણી જેવો, લેટેસ્ટ તસવીર જોવા કરો ક્લિક

નવી દિલ્હી : કપિલ શર્મા એવા ટીવી કોમેડિયન છે જેના કોમેડી શોને લાખો દર્શક હોંશેહોંશે જોતા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસથી પોતાની ટીમથી અલગ પડ્યા પછી શરાબની લતમાં ફસાયેલો કપિલ ટીવી અને કોમેડીની દુનિયાથી દુર થઈ ગયો છે. હાલમાં કપિલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને તેનો બદલાયેલો લુક જોઈને બધાને ભારે આંચકો લાગ્યો હતો. ટીવીની દુનિયાથી દુર થયા પછી કપિલના વજનમાં સારો એવો વધારો થયો છે. કપિલ પોતાની દારૂની લતથી છુટકારો મેળવવા માટે થોડો સમય રિહેબિલિટેશન સેન્ટર પર જઈ ચૂક્યો છે. 

fallbacks

ગઠબંધન તૂટતા જ આતંકીને વીણીવીણીને દૂર કરવા કરાયું મોટું પ્લાનિંગ

ગયા વર્ષે પોતાનો શો 'ધ કપિલ શર્મા શો' બંધ થયા ગયા પછી કપિલે નવા શો 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા'થી કમબેકનો પ્રયાસ કર્યો હતો પણ માત્ર 3-4 એપિસોડ પછી આ શો બંધ થઈ ગયો હતો. મંગળવારે કપિલ મુંબઈ એરપોર્ટ પર દેખાયો હતો જેમાં તે પહેલાં કરતા વધારે સ્થુળ દેખાતો હતો. કપિલ કૂતરા સાથે જોવા મળ્યો હતો. કપિલે પોતાની ફિલ્મ 'ફિરંગી' માટે સારું એવું વજન ઘટાડ્યું હતં અને શોમાં લોકોને ફિટનેસ જાળવી રાખવાની સલાહ આપતો હતો. જોકે લાગે છે કે હવે તેણે ફિટનેસથી દૂર રહેવાનું નક્કી કરી લીધું છે. 

fallbacksતસવીર સાભાર : Yogen Shah

કપિલ શર્મા હવે સોશિયલ મીડિયાથી પણ દુર રહેવાનું પસંદ કરે છે. થોડા સમય પહેલાં તેણે ટ્વિટર પર ચાહકો માટે સંદેશ લખ્યો હતો કે હું મારી લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More