મુંબઈ : નાના પડદા પર ચર્ચામાં રહેનાર રિયલિટી શો 'બિગ બોસ'ની નવી સિઝન બહુ જલ્દી આવવાની છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ બીજી ટોચની સુપરસ્ટાર શાંતિ ડાઇનામાઇટ 'બિગ બોસ-12'માં સ્પર્ધક તરીકે જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે સની લિયોની પછી શાંતિ એવી બીજી પોર્નસ્ટાર હશે જે આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળશે.
શાંતિ ભારતીય મૂળની પોર્નસ્ટાર છે અને તેનું સાચું નામ સોફિયા વાસિલિએડુ છે. મળતી માહિતી પ્રમાણે આ વખતે મેકર્સ શોમાં બોલ્ડ કન્ટેન્ટ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગયા વર્ષે 'બિગ બોસ'ની ટીઆરપી ખાસ નહોતી જેના કારણે આ વર્ષે શોમાં બોલ્ડ કન્ટેન્ટ દેખાડવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
BJPને મહબૂબા મુફ્તીના પ્લાનની ગંધ આવી જતા રમાયો 'છેલ્લો દાવ'?
છેલ્લી કેટલીક સિઝનની જેમ જ સલમાન ખાન ફરી એકવાર 'બિગ બોસ 12'ને હોસ્ટ કરશે. આ પહેલાં બિગ બોસની આઠમી સિઝનમાં પણ સ્પર્ધક તરીકે પણ શાંતિના નામની ચર્ચા હતી પણ એવું થયું નહોતું. સની અને શાંતિ બંને એડલ્ટ ફિલ્મસ્ટાર રહી છે. સનીએ તો બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને હવે શાંતિ હવે આ મામલે આગળ વધી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે