Home> Entertainment
Advertisement
Prev
Next

જય શ્રીરામ... ના જય જયકાર સાથે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, દમદાર અવતારમાં જોવા મળ્યો પ્રભાસ

Film Adipurush New Poster Release: અક્ષય તૃતીયાના દિવસે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને સાથે જ ફિલ્મના પ્રમોશનની કેમ્પેઇન પણ શરૂ કરાય છે. નવા મોશન પોસ્ટરમાં પ્રભાસ ધનુષ અને બાણ સાથે ઇન્ટેન્સ લુકમાં જોવા મળે છે.

જય શ્રીરામ... ના જય જયકાર સાથે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, દમદાર અવતારમાં જોવા મળ્યો પ્રભાસ

Film Adipurush New Poster Release: રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ જોવા માટે ઘણા લોકો ઉત્સુક છે તો સાથે જ કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં ઘણા વિવાદ થઈ ચૂક્યા છે તેવામાં ફિલ્મનું નવું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રામાયણ આધારિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રભાસ અને કૃતિ સેનન જોવા મળશે. આ ફિલ્મમાં ભગવાન રામથી પ્રેરિત પ્રભાસનું પાત્ર હશે. તેવામાં આદિપુરુષ ફિલ્મનું વધુ એક પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં પ્રભાસ દમદાર લુકમાં જોવા મળે છે. 

fallbacks

આ પણ વાંચો: 

Twitter એ બ્લુ ટીક રીમુવ કર્યા પછી Amitabh Bachchan એ આપ્યું રીએકશન, વાયરલ થઈ ટ્વીટ

આ અભિનેત્રી YRFના સ્પાય યુનિવર્સમાં કરશે એન્ટ્રી? શરૂ કરી એક્શનની ધમાકેદાર તૈયારીઓ

લગ્ન વિના પ્રેગનેન્ટ થઈ અભિનેત્રી Ileana D’cruz ! લોકો પિતાનું નામ જાણવા થયા આતુર

આદિપુરુષ ફિલ્મ 3ડીમાં બની રહી છે અને તેમાં વીએફએક્સ અને સ્પેશિયલ ઇફેક્ટ પર પણ ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને ઓગસ્ટ 2022 માં રિલીઝ કરવાની હતી પરંતુ કોઈને કોઈ કારણોસર ફિલ્મની રીલીઝ અટકી રહી છે. ગત વર્ષે દશેરા પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોને સ્પેશિયલ ઇફેક્ટનું કામ પસંદ આવ્યું નહીં અને ફિલ્મ ટ્રોલ થવા લાગી. ત્યાર પછી ફિલ્મની રિલીઝ ડેટ 12 જાન્યુઆરી 2023 જાહેર કરવામાં આવી હતી પરંતુ ત્યાર પછી પણ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યું નહીં તેથી રીલીઝને ટાળવામાં આવી. 

ત્યારે અક્ષય તૃતીયાના દિવસે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને સાથે જ ફિલ્મના પ્રમોશનની કેમ્પેઇન પણ શરૂ કરાય છે. નવા મોશન પોસ્ટરમાં પ્રભાસ ધનુષ અને બાણ સાથે ઇન્ટેન્સ લુકમાં જોવા મળે છે. સાથે જ આદિપુરુષ અને જય શ્રી રામનો બેગ્રાઉન્ડ મ્યુઝીક સ્કોર પણ ચાલી રહ્યો છે. જેને મ્યુઝિક કમ્પોઝર અજય અતુલે કંપોઝ કર્યું છે. બેગ્રાઉન્ડમાં જે ગીત ચાલે છે તેને બોલીવુડના જાણીતા લીરિસિસ્ટ મનોજ મુંતશીરે લખ્યું છે. 
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

હવે આ ફિલ્મ 16 જૂનના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મના મેકર્સ હવે આ ફિલ્મના પ્રમોશન પર પૂરો સમય ફાળવી રહ્યા છે. અક્ષય તૃતીયના પાવન અવસર પર આ પોસ્ટર રિલીઝ કરવાની સાથે જ આદિપુરુષના કેમ્પેઈન ની શરૂઆત પણ કરવામાં આવી છે. આદિપુરુષ ફિલ્મનું બજેટ 500 કરોડથી વધારે છે. તેવામાં જોવાનું રહ્યું કે આ ફિલ્મ રિલીઝ પછી આટલી કમાણી કરી શકે છે કે કેમ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More