Home> Entertainment
Advertisement
Prev
Next

એક હસીનાના કારણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘માંથી કટ થયું ઇશાનનું પત્તું

ઇશાને ‘ધડક‘થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે

એક હસીનાના કારણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘માંથી કટ થયું ઇશાનનું પત્તું

મુંબઈ : બોલિવૂડમાં સંબંધોના તાણાવાણાના અનેક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ફિલ્મમેકર કરણ  જોહરે પોતાની નવી ફિલ્મ ‘ધડક‘થી જાન્હવી કપૂરને લોન્ચ કરી છે અને હવે તે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘થી તારા સુતરિયા અને અનન્યા પાંડેને બોલિવૂડમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. 

fallbacks

જાણવા મળ્યું છે કે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘ની હિરોઇન તારા અને ‘ધડક‘નો હિરો ઇશાન એક સમયે રિલેશનશીપમાં હતા અને તેમની મિત્રતાની બધાને જાણ હતી. મળતી માહિતી પ્રમાણે તારા અને ઇશાનના સંબંધોનો અંત બહુ ખરાબ રીતે આવ્યો હતો અને તારાના કારણે જ ઇશાનના હાથમાંથી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘ સરકી ગઈ હતી. તારા કોઈપણ સંજોગોમાં ઇશાન સાથે કામ કરવા નહોતી ઇચ્છતી એટલે પછી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘માંથી ઇશાનનું પત્તું કટ થઈ ગયું હતું. કરણ તો ઇશાનના ટેલેન્ટથી બહુ પ્રભાવિત હતો અને ઇશાન સાથે કેટલાક સીન પણ શૂટ કરવામાં આવ્યા હતા. જોકે, પછી ઇશાનના બદલે ટાઇગરને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2‘માં સાઇન કરવામાં આવ્યો હતો. 

fallbacks
ઇશાન સાથે બ્રેકઅપ પછી તારા હાલમાં બોલિવૂડ એક્ટર વિનોદ મહેરાના દીકરા રોહન મહેરાને ડેટ કરી રહીછે. રોહન બહુ જલ્દી સૈફ અલી ખાન સાથે ફિલ્મ બાઝારથી બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More