Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : 'દે દે પ્યાર દે'નું નવું ગીત રિલીઝ, રકુલના લટકાંઝટકાં પરણેલાઓની પણ ઉડાવી દેશે નિંદર 

આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને 17 મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે. 

VIDEO : 'દે દે પ્યાર દે'નું નવું ગીત રિલીઝ, રકુલના લટકાંઝટકાં પરણેલાઓની પણ ઉડાવી દેશે નિંદર 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દેનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. આ મસ્તીભર્યા ગીત હાઉલી હાઉલીમાં રકુલ પ્રીત સિંહના જબરદસ્ત લટકા ઝટકા જોવા મળી રહ્યા છે. આ ગીતમાં તબ્બુએ પણ ડાન્સ કર્યો છે અને તેના સ્ટેપ પણ અફલાતુન છે. 

fallbacks

એક્સક્લુઝીવ : જાહેરમાં કરેલી કિસનો વીડિયો વાઇરલ થયા પછી અંકિતાના બોયફ્રેન્ડની હાલત સુડી વચ્ચે સોપારી જેવી કારણ કે...

આ ગીતની વાત કરીએ તો એને અવાજ આપ્યો છે ગેરી સંધુ અને નેહા કક્કડે. આ ગીતનું મ્યુઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે તેમજ એના શબ્દો કુમારે લખ્યા છે. આ ગીત ટી સિરીઝ કંપનીના લેબલે લોન્ચ કર્યું છે. આ એક પંજાબી સોન્ગ છે અને એના વીડિયોમાં જબરદસ્ત મસ્તીનો માહોલ છે. રકુલ પ્રીત સિંહ આ સમગ્ર ગીતમાં મારક અદાઓ કરતી જોવા મળે છે અને તેનો આ જ અંદાજ અજય દેવગનને તેનો પ્રેમી બનાવે છે. 

 

આ ગીતને હજી સુધી 76,426 કરતા વધારે વાર જોવાયું છે. આ ગીતના વીડિયોમાં અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને 17 મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More