Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાનના ડરથી નવાસવા કલાકારનો કેટરિના સાથે કામ કરવાનો ઇનકાર !

સલમાન ખાન અને કેટરિના કૈફના સંબંધો જગજાહેર છે

સલમાનના ડરથી નવાસવા કલાકારનો કેટરિના સાથે કામ કરવાનો ઇનકાર !

મુંબઈ : સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા બોલિવૂડમાં પોતાનું પહેલું પગલું ભરવા માટે તૈયાર છે. તેમની પહેલી ફિલ્મ 'લવરાત્રિ'નું ટ્રેલર દર્શકોને બહુ પસંદ આવ્યું છે. આ ફિલ્મની રિલિઝ નજીક છે ત્યારે આયુષ શર્મા એના પ્રમોશનમાં લાગી ગયો છે. 

fallbacks

'લવરાત્રિ'ની વિગતો જાહેર થઈ એ પહેલાં ચર્ચા હતી કે આયુષની પહેલી હિરોઇન કેટરિના કૈફ હશે. જોકે કેટરિનાએ તેનાથી નાના હીરો સાથે કામ કરવાની ના પાડી દેતા નવી હિરોઇનની શોધ ચલાવવી પડી હતી. જોકે હવે માહિતી મળે છે માત્ર કેટરિનાને જ નહીં પણ આયુષને પણ કેટરિના સાથે કામ કરવામાં મોટો વાંધો હતો. 

આયુષ શર્માએ ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા જણાવ્યું છે કે હું કેટરિના સાથે સ્ક્રીન શેયર ન કરી શકું અને બધાને આ વાતનું કારણ ખબર છે. નોંધનીય છે કે સલમાન ખાન અને કેટરિના કૈફના સંબંધો જગજાહેર છે અને આ કારણે આયુષ ફિલ્મમાં કેટરિના સાથે કામ કરવા નથી ઇચ્છતો. સલમાન અને કેટરિનાના સંબંધોની વાત કરીએ તો 2008 સુધી તેમની વચ્ચે અંતરંગ સંબંધો હતા પણ પછી કેટરિના અને રણબીરનું અફેયર શરૂ થતા તેમના સંબંધોનો અંત આવી ગયો હતો. જોકે ફરી તેમની વચ્ચે મિત્રતા થઈ છે અને તેઓ 'ભારત'માં સાથે દેખાવાના છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More