Home> Entertainment
Advertisement
Prev
Next

ફરહાન સાથેના ફ્લોપ અફેર પછી હવે શ્રદ્ધા કરશે લગ્ન ! 'આ' છે મુરતિયો

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્ન બાદ બોલિવુડની એક બાદ એક સેલિબ્રિટી લગ્ન કરી રહી છે

ફરહાન સાથેના ફ્લોપ અફેર પછી હવે શ્રદ્ધા કરશે લગ્ન ! 'આ' છે મુરતિયો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્ન બાદ બોલિવુડની એક બાદ એક સેલિબ્રિટી લગ્ન કરી રહી છે. બોલિવૂડ સ્ટાર શક્તિ કપૂર અને શિવાંગી કપૂરની લાડલી શ્રદ્ધા કપૂર હવે નજીકના ભવિષ્યમાં લગ્ન કરી લેવાની હોવાની ચર્ચા છે. આ વર્ષે લગ્ન કરવા માટે તલપાપડ સેલિબ્રિટીઓની યાદીમાં આલિયા-રણબીર, ફરહાન અખ્તર-શિબાની દાંડેકર તેમજ અર્જુન કપૂર-મલાઈકા અરોરાના પણ નામ છે. 

fallbacks

fallbacks

શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો તે પોતાના બોયફ્રેન્ડ અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરવા માટે તૈયાર છે એવી ચર્ચા છે. આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે અને એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું. મળતી શ્રદ્ધા કપૂરના માતા-પિતાએ પણ સંબંધને મંજૂરી આપી દીધી છે.

શ્રદ્ધાના પ્રેમી તરીકે પહેલાં ફિલ્મમેકર ફરહાન અખ્તરનું નામ ચર્ચામાં હતું. ફરહાન અખ્તર અને પત્ની અધુના 2016માં અલગ થઇ ગયા હતા. 2017માં બંનેએ ઓફિશિયલી તલાક લીધા હતા. ડિવોર્સ પછી ફરહાન અખ્તરનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું પણ પિતા શક્તિ કપૂરની નામરજીના કારણે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. હવે એકવાર ફરી ફરહાન અખ્તરનું નામ નવી હીરોઇન સાથે જોડાયું છે. હવે ફરહાનનું નામ સિંગર-એક્ટર શિબાની દાંડેકર સાથે જોડાયું છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More