Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભ, અજબ લૂક અને મસ્ત સ્ટોરી...બિગ બીની નેકસ્ટ ફિલ્મ વિશે જાણવા માટે કરો ક્લિક

બોલિવૂડમાં બિગ બી તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને હાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે

અમિતાભ, અજબ લૂક અને મસ્ત સ્ટોરી...બિગ બીની નેકસ્ટ ફિલ્મ વિશે જાણવા માટે કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડમાં બિગ બી તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને હાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગની શરૂઆત લખનૌમાં કરવામાં આવી રહી છે. ગુલાબો સિતાબો નામની આ ફિલ્મ માટે અમિતાભે અલગ જ લૂક અપનાવ્યો છે જે નીચે પ્રમાણે છે. 

fallbacks

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન સૂજિત સરકાર કરી રહ્યા છે. ફિલ્મની રીલિઝ ડેટ 24 એપ્રિલ 2020 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે આયુષ્માન ખુરાના પણ જોવા મળશે. ડિરેક્ટર સુજીત સરકાર સાથે આયુષ્માન વિક્કી ડોનરમાં કામ કરી ચૂક્યા છે. અમિતાભ અને સુજિત સરકારે પણ સાથે મળીને પિકૂ જેવી ફિલ્મ આપી છે. 

નોંધનીય છે કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિહારના ખેડૂતોને મોટી રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આપી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More