Home> Entertainment
Advertisement
Prev
Next

અનુષ્કા ભારે સ્માર્ટ, કરીના અને રાનીની નકલ કરીને લીધું મોટું પગલું

બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માની આગામી ફિલ્મ વિશે તેના ચાહકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે

અનુષ્કા ભારે સ્માર્ટ, કરીના અને રાનીની નકલ કરીને લીધું મોટું પગલું

મુંબઈ : બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માની ઝીરો પછીની આગામી ફિલ્મ વિશે ચાહકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ચર્ચા પ્રમાણે અનુષ્કાએ પોતાની આગામી ફિલ્મ વિશે નિર્ણય લઈ લીધો છે. મળતી માહિતી પ્રમાણે હવે અનુષ્કા એક કોપ ડ્રામામાં દેખાઈ શકે છે. 

fallbacks

એક અફવા અને મણિ રત્નમ છવાઈ ગયા ચર્ચામાં કારણ કે...

નવી ફિલ્મમાં અનુષ્કા પોલીસ ઑફિસરના રોલમાં જોવા મળશે. DNA સાથેની વાતચીતમાં અનુષ્કાની નજીકની એક વ્યક્તિએ જણાવ્યું, “અનુષ્કા સતત સારી સ્ક્રિપ્ટની તલાશમાં હતી અને હવે તેને એક સારી સ્ક્રિપ્ટ મળી ગઈ છે. તે ફિલ્મમાં મહિલા પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ચાહકો પહેલી વાર અનુષ્કાને આ અવતારમાં જોઈ શકશે. તે ખાખી યુનિફોર્મ પહેરશે. આ પ્રોજેક્ટ અનુષ્કાના દિલની ખૂબ નજીક છે.”

સૂત્રએ વધુમાં જણાવ્યું કે અનુષ્કા હંમેશા એવા પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે જેનું કન્ટેન્ટ મજબૂત હોય. આ ફિલ્મની સ્ટોરીએ અનુષ્કાના હોશ ઉડાવી દીધા હતા અને ફિલ્મ ચાલુ થતા પહેલા તે રોલ માટે ખૂબ જ આકરી મહેનત કરશે. નોંધનીય છે કે અનુષ્કા શર્મા ઉપરાંત કરીના કપૂર પણ ઈરફાન ખાન અને રાધિકા મદનની ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં પોલીસ ઓફિસરના રોલમાં છે. આ સિવાય રાણી મુખરજી મર્દાની 2માં ખાખી વર્દીમાં જોવા મળશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More