Home> Entertainment
Advertisement
Prev
Next

નિક જોનસે પ્રિયંકા ચોપડાને ગિફ્ટમાં આપી ત્રણ કરોડ રૂપિયાની કાર

નિકે પોતાના નવા આલબમની સફળતા પત્ની પ્રિયંકા સાથે શેર કરતા તેને કરોડો રૂપિયાની ભેટ આપી છે. 

નિક જોનસે પ્રિયંકા ચોપડાને ગિફ્ટમાં આપી ત્રણ કરોડ રૂપિયાની કાર

નવી દિલ્હીઃ સિંગલ 'શકર'ના અમેરિકી બિલબોર્ડમાં ટોપ પર પહોંચવાની ખુશીમાં પોપ ગાયક નિક જોનસે પત્ની પ્રિયંકા ચોપડાને કાળા કલરની ચમકતી શાનદાર કાર મેબૈક ભેટમાં આપી છે. પ્રિંકાએ નિકની સાથે પોતાની બે તસ્વીરો પોસ્ટ કરી છે. પ્રથમ તસ્વીરમાં બંન્ને કારની સાથે એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યાં છે, તો બીજી તસ્વીરમાં નિકના એક હાથમાં શૈમ્પેનની બોટલ અને બીજામાં ગ્લાસ છે જ્યારે પ્રિયંકાના એક હાથમાં ગ્લાસ અને બીજામાં તેણે ડોગ ડાયનાને પકડ્યો છે. 

fallbacks

તસ્વીરની સાથે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે, જ્યારે પતિ નંબર વન પર પહોંચે છે તો પત્નીને મેબૈક મળે છે. રજૂ છે,,, એક્સટ્રા ચોપડા જોનસ,,, લવ યૂ બેબી... સૌથી શાનદાર પતિ નિક જોનસ. 

બિલબોર્ડ ડોટકોમ પ્રમાણે આ પહેલા 2008માં ત્રણ ભાઈઓ (નિક, કેવિન અને જો)નું ગિત 'બર્નિંગ અપ' પાંચમાં સ્થાને રહ્યું હતું. 'સફર' આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયું હતું. તેમાં પ્રિયંકા પણ પોતાના પતિ અને સિંગર નિક જોનસની સાથે જોવા મળી હતી. તેમાં કેવિન પોતાની પત્ની ડેનિયલ અને ટીવી શો ગેમ ઓફ થ્રોન્સની અભિનેત્રી તથા પોતાની મંગેતર સોફી ટર્નરની સાથે છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More