Home> Entertainment
Advertisement
Prev
Next

Nick-Priyanka unseen photo: નિક જોનસે 6 વર્ષ પછી શેર કર્યો પ્રિયંકાને પ્રપોઝ કરી ત્યારનો ફોટો, પ્રિયંકા માટે સ્ટોર કરાવ્યો હતો બંધ

Nick-Priyanka unseen photo: નિક જોનસે પ્રિયંકા ચોપડાને તેના બર્થ ડે પર પ્રપોઝ કરી હતી તે પહેલા પ્રિયંકા માટે બેસ્ટ રીંગ શોધવા માટે તેણે લંડનમાં ટિફની એન્ડ કંપનીનો આખો સ્ટોર બંધ કરાવી દીધો હતો. નિક જોનસ પ્રિયંકા ચોપડાને તેના બર્થડે પર ગ્રીસ લઈ ગયો હતો અને પછી અડધી રાત્રે તેને દેશી ગર્લને પ્રપોઝ કરી હતી.

Nick-Priyanka unseen photo: નિક જોનસે 6 વર્ષ પછી શેર કર્યો પ્રિયંકાને પ્રપોઝ કરી ત્યારનો ફોટો, પ્રિયંકા માટે સ્ટોર કરાવ્યો હતો બંધ

Nick-Priyanka unseen photo: પ્રિયંકા ચોપડા અને નિક જોનસની લવ સ્ટોરી ખૂબ જ ખાસ છે પરંતુ ખૂબ ઓછા લોકો આ લવ સ્ટોરીની શરૂઆત વિશે જાણે છે. નિક જોનસે પ્રિયંકા ચોપડાને તેના બર્થ ડે પર પ્રપોઝ કરી હતી તે પહેલા પ્રિયંકા માટે બેસ્ટ રીંગ શોધવા માટે તેણે લંડનમાં ટિફની એન્ડ કંપનીનો આખો સ્ટોર બંધ કરાવી દીધો હતો. નિક જોનસ પ્રિયંકા ચોપડાને તેના બર્થડે પર ગ્રીસ લઈ ગયો હતો અને પછી અડધી રાત્રે તેને દેશી ગર્લને પ્રપોઝ કરી હતી. નિક જોનસે છ વર્ષ પછી એક અનસીન ફોટો તેના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

fallbacks

આ પણ વાંચો: ફેમસ એક્ટર લગ્નના બે જ મહિનામાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે પકડાયો

નિક જોનસ અને પ્રિયંકા ચોપડા તેની છઠ્ઠી પ્રપોઝલ એનિવર્સરી ઉજવી રહ્યા છે અને આ દિવસને ખાસ બનાવવા નિક જોનસે એક સુંદર તસવીર શેર કરી છે અને સાથે જ એક મેસેજ પણ લખ્યો છે. આ તસ્વીર ત્યારની છે જ્યારે નિક જોનસે પ્રિયંકા ચોપડાને પ્રપોઝ કરી હતી અને પ્રિયંકાએ હા માં જવાબ આપ્યો હતો. 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા પહેલા અલી ગોનીને ડેટ કરી ચુકી છે નતાશા, આ કારણે કર્યું બ્રેકઅપ

ઈંસ્ટાગ્રામ પર પોતાની પત્ની પ્રિયંકા ચોપડા સાથેની છ વર્ષ જૂની એક તસવીર શેર કરી છે. આ તસવીર જોઈ લોકો નિક અને પ્રિયંકા ની જોડીના લોકો વખાણ કરી રહ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે નિકે જે સેલ્ફી ક્લિક કરી છે તેમાં એક હાથમાં તેણે પ્રિયંકાનો હાથ પકડ્યો છે જેમાં સગાઈની વીંટી પ્રિયંકાના હાથમાં દેખાઈ રહી છે. પ્રિયંકા ચોપડા શરમાઈને તેનો ચહેરો છુપાવી રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nick Jonas (@nickjonas)

આ તસ્વીર શેર કરી કેપ્શનમાં નિક જોનસે લખ્યું છે કે, આજથી છ વર્ષ પહેલાં દુનિયાની સૌથી અદભુત મહિલાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને તેણે હા કહી દીધી... થેન્ક્યુ પ્રિયંકા ચોપડા. નિકનો આ રોમેન્ટિક અંદાજ જોઈને પ્રિયંકા ચોપડાના ચાહકો પણ તેના વખાણ કરવા લાગ્યા છે. પ્રિયંકા ચોપડાએ નિકની આ પોસ્ટને તેની સ્ટોરીમાં રિપોસ્ટ કરી હતી. સાથે જ તેણે લખ્યું હતું કે વિશ્વાસ નથી આવતો આ દિવસને છ વર્ષ થઈ ગયા. 

આ પણ વાંચો: મગજને કસરત કરાવી દેશે આ 5 મર્ડર મિસ્ટ્રી વેબ સીરીઝ, એન્ડ સુધી ખબર પડે નહીં ખૂની કોણ?

એક ઇન્ટરવ્યૂ દરમિયાન નિક જોનસે જણાવ્યું હતું કે તેણે ઘૂંટણ પર બેસીને પ્રિયંકા ચોપડાને પ્રપોઝ કરી હતી. પ્રપોઝ કરતી વખતે પ્રિયંકાને પૂછ્યું હતું કે, પ્રિયંકા તેની સાથે લગ્ન કરીને તેને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ બનાવશે ? આ પ્રશ્નનો જવાબ 45 સેકન્ડ પછી પ્રિયંકા ચોપડાએ હા માં આપ્યો અને નીક જોનસે પ્રિયંકાને વીંટી પહેરાવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More