મુંબઈ: બોલિવુડ (Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) મામલે એમ્સ (AIIMS) ની ફોરેન્સિક ટીમ, સીબીઆઈ (CBI) ટીમ અને સીએફએસએલના એક્સપર્ટ વચ્ચે તાજેતરમાં એક મીટિંગ થઈ હતી. એમ્સ તરફથી અપાયેલા ફોરેન્સિક તપાસ રિપોર્ટને પણ સીબીઆઈને સોંપી દેવાયો છે. આ બાજુ હવે આ રિપોર્ટ વિશે એક મોટી વાત સામે આવી છે. સુશાંતના વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.
Drugs Case: રિયાની માનસિક સ્થિતિ ડામાડોળ? જાણો શું લખ્યું છે જામીન અરજીમાં
AIIMSના રિપોર્ટની એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સુશાંત સિંહ રાજપૂતના વિસરામાં કોઈ પણ પ્રકારનું ઝેર મળી આવ્યું નથી. સીબીઆઈની તપાસ પોતાના અંતિમ તબક્કામાં છે, એમ્સના ફોરેન્સિક સાયન્સ વિભાગ અને સીએફએસએલની ફાઈન્ડિંગ લગભગ એકસરખી જ છે. જરૂર પડ્યે સીબીઆઈ સુશાંતના પરિવારજનોની પણ પૂછપરછ કરશે.
આખરે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતના નિધન પર 'મૌન તોડ્યું', જાણો શું કહ્યું?
સુશાંતની સાથે રહેનારા લોકોએ તપાસમાં અનેક મહત્વની જાણકારી આપી છે. એફઆઈઆરમાં નોંધાયેલા કોઈ પણ નામને હજુ સુધી ક્લિનચીટ મળી નથી. કૂપર હોસ્પિટલના ડોક્ટરોને પણ ક્લિનચીટ મળી નથી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે