Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: 'બત્તી ગુલ મીટર ચાલુ'નું ટ્રેલર થયું રિલીઝ, ખુબ મજેદાર છે ડાયલોગ

શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું.

VIDEO: 'બત્તી ગુલ મીટર ચાલુ'નું ટ્રેલર થયું રિલીઝ, ખુબ મજેદાર છે ડાયલોગ

નવી દિલ્હી: શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું. આ ફિલ્મમાં વીજળી કાપથી લઈને વીજળીનું બિલ વધુ આવવા જેવી સમસ્યાઓનો વિષય વર્ણવામાં આવ્યો છે. લાંબા સમયથી આ ફિલ્મના ટ્રેલરની રાહ જોવાઈ રહી હતી. શાહિદ અને શ્રદ્ધાની જોડી આ અગાઉ વિશાલ ભારદ્રાજની ફિલ્મ હૈદરમાં જોવા મળી હતી. ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલમાં ખુબ અલગ અંદાઝમાં તમામ એક્ટરો ડાઈલોગ બોલતા જોવા મળશે. આ ફિલ્મ દિગ્દર્શક શ્રી નારાયણ  સિંહની છે. જે અગાઉ 'ટોઈલેટ: એક પ્રેમકથા' જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. આવામાં તેમની આ ફિલ્મમાં પણ 'ટોઈલેટ.. 'જેવી જ અસર જોવા મળી રહી છે.

fallbacks

આ ફિલ્મની કહાની શાહિદ કપૂરની છે. જે વ્યવસાયે વકીલ છે અને ખુબ મસ્તમૌલા છે. તેના મિત્રની ભૂમિકા એક્ટર દિવ્યેન્દુ શર્મા ભજવે છે જે શાહિદ સાથે ભરપૂર મસ્તી કરે છે. દિવ્યેંદુ એક નાની ફેક્ટરી ચલાવે છે અને ત્યાં વીજળીનું ભારેભરખમ બીલ આવે છે. જેનાથી પરેશાન થઈને તે આત્મહત્યા કરી લે છે. મિત્રને ન્યાય અપાવવાનું શાહિદ બીડુ ઉઠાવે છે. 

શાહિદ અને શ્રદ્ધા, બંનેએ ગત મહિને જ મુંબઈમાં આ ફિલ્મનું શુટિંગ પૂરું કર્યુ છે. આ ફિલ્મ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરી હતી. 'બત્તી ગુલ મીટર ચાલુ' ફિલ્મ 21 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More