Home> Entertainment
Advertisement
Prev
Next

એક સાથે 70 દેશોમાં રિલીઝ થશે Adipurush ફિલ્મનું ટ્રેલર, આ દિવસે દર્શકોની આતુરતાનો આવશે અંત

Adipurush Trailer: ટ્રેલર રિલીઝની તારીખ ઓફિસિયલી જાહેર કરવાની સાથે જ સામે આવ્યું છે કે આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર માત્ર ભારતમાં નહીં પરંતુ એક સાથે 70 દેશોમાં લોન્ચ કરવામાં આવશે. 

એક સાથે 70 દેશોમાં રિલીઝ થશે Adipurush ફિલ્મનું ટ્રેલર, આ દિવસે દર્શકોની આતુરતાનો આવશે અંત

Adipurush Trailer: બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષ 16 જૂને સિનેમા ઘરવાળી રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા લોકોમાં તેનું ટ્રેલર જોવાની આતુરતા વધી છે. જોકે આદિપુરુષ ફિલ્મના ટ્રેલરને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોવાની રાહ હવે 9 મે એ પૂરી થશે. એટલે કે આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર 9 મેના રોજ રિલીઝ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ ટ્રેલર ભારત સહિત 70 દેશોમાં એક સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શ્રીરામના પાત્રમાં પ્રભાસ અને માતા સીતાના પાત્રમાં કૃતિ સેનન જોવા મળશે. 

fallbacks

આ પણ વાંચો:

Akshay Kumar Social Media: Instagram પર આ 6 લોકોને જ ફોલો કરે છે Akshay Kumar

The Kerala Story જ નહીં બોલીવુડની આ ફિલ્મો માટે પણ દેશભરમાં થયો હતો હોબાળો

Pregnant Ileana D'Cruz બેબી બંપ ફ્લોન્ટ કર્યા બાદ શેર કર્યો વધુ એક ફોટો

જોકે આદિપુરુષ ફિલ્મ અત્યાર સુધીમાં વિવાદમાં જ રહી છે. જ્યારથી ફિલ્મનું ટીઝર અને અલગ અલગ પાત્રોમાં કલાકારોના પોસ્ટર રિલીઝ કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલીક બાબતોને લઈને ફિલ્મને ટ્રોલ પણ કરવામાં આવી છે અને તેનો વિરોધ પણ થયો છે. પરંતુ તેમ છતાં દર્શકોની ઉત્સુકતા ટ્રેલરને જોવામાં વધી છે. આ ફિલ્મને લઈને પ્રભાસનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે અને તેની સાથે જ ટ્રેલર લોન્ચની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Om Raut (@omraut)

ટ્રેલર રિલીઝની તારીખ ઓફિસિયલી જાહેર કરવાની સાથે જ સામે આવ્યું છે કે આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર માત્ર ભારતમાં નહીં પરંતુ એક સાથે 70 દેશોમાં લોન્ચ કરવામાં આવશે. ઓમ રાઉત અને ભૂષણ કુમાર નિર્મિત આદિપુરુષ ફિલ્મને રિલીઝ પહેલા જ ન્યૂયોર્કમાં ટ્રીબેક ફેસ્ટિવલમાં પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે વર્ષ 2022 માં નવેમ્બર મહિનામાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું તેને જોયા બાદ ભારે હોબાળો થયો હતો. આ હોબાળો એટલો વધારે હતો કે ફિલ્મ મેકર્સે ફિલ્મ રિલીઝની ડેટને આગળ વધારી દીધી હતી. પહેલા આ ફિલ્મ જાન્યુઆરી 2023 માં રિલીઝ થવાની હતી પરંતુ વિવાદના કારણે ફિલ્મની રિલીઝ ડેટને જૂન સુધી આગળ વધારવામાં આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More