Home> Entertainment
Advertisement
Prev
Next

Oscar Awards 2022: ભારતની આ ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ, જાણો કોણ છે રાઈટર અને ડાયરેક્ટર

જેન કેમ્પિયન્સ વેસ્ટર્નની 'ધ પાવર ઓફ ધ ડોગ' 2022ના ઓસ્કર નોમિનેશનની રેસમાં સૌથી આગળ છે. આ એક મનોવૈજ્ઞાનિક ડ્રામા છે.

Oscar Awards 2022: ભારતની આ ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ, જાણો કોણ છે રાઈટર અને ડાયરેક્ટર

નવી દિલ્હી: જેન કેમ્પિયન્સ વેસ્ટર્નની 'ધ પાવર ઓફ ધ ડોગ' 2022ના ઓસ્કર નોમિનેશનની રેસમાં સૌથી આગળ છે. આ એક મનોવૈજ્ઞાનિક ડ્રામા છે. જ્યારે ભારતે પણ સર્વશ્રેષ્ઠ ડોક્યૂમેન્ટરી ફીચર શ્રેણીમાં 'રાઈટિંગ વિથ ફાયર' દ્વારા નોમિનેશન મેળવ્યું છે. 

fallbacks

'ધ પાવર ઓફ ધ ડોગ'ની ખુબ ચર્ચા
'ધ પાવર ઓફ ધ ડોગ' નિર્દેશક અને લેખક બંનેની પહેલી પહેલી ડોક્યુમેન્ટરી છે. 'ધ પાવર ઓફ ધ ડોગ' દ્વારા ન્યૂઝીલેન્ડની કેમ્પિયન પહેલી એવી મહિલા બની ગઈ છે જેણે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શન શ્રેણીમાં બે વાર નામાંકન મેળવ્યું છે 

'ખબર લહરિયા' પર આધારિત છે 'રાઈટિંગ વિથ ફાયર'
રિન્ટુ થોમસના દિગ્દર્શનમાં બનેલી 'રાઈટિંગ વિથ ફાયર' દલિત મહિલાઓ દ્વારા સંચાલિત સમાચાર પત્ર 'ખબર લહરિયા' ના ઉભરવાની ગાથા વ્યક્ત કરે છે. ડોક્યુમેન્ટરીની કહાની સુષ્મિતા ઘોષે લખી છે. બંનેની કરિયરની આ પહેલી ડોક્યુમેન્ટરી મૂવી છે. ફિલ્મ બેખોફ પત્રકારત્વ પર આધારિત છે અને આ અગાઉ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ મેળવી ચૂકી છે. મૂવીને અત્યાર સુધીમાં 20થી વધુ ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે. ચારેબાજુ પ્રશંસા થઈ છે. ફિલ્મથી લોકોને ખુબ આશા છે કે આ વખતે ભારત માટે આ ફિલ્મ ઓક્સર જરૂર લાવશે. 

fallbacks

દલિત મહિલાઓના સંઘર્ષની કહાની
આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં દલિત મહિલાઓના એક સમૂહની કહાનીને દર્શાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે દલિત મહિલાઓ આ અખબારને સામાજિક દાયરા સાથે જોડી રાખવા માટે પ્રિન્ટથી ડિજિટલ દુનિયા માટે પોતાને તૈયાર કરે છે. આ દરમિયાન તેમણે જાતિ અને જેન્ડર જેવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે. અત્રે જણાવવાનું કે આવનારી 27 માર્ચના રોજ ઓસ્કર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે. 

(ભાષા ઈનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More