Home> Entertainment
Advertisement
Prev
Next

શાસ્ત્રીય ગાયક Rajan Mishra નું 70 વર્ષની ઉંમરે નિધન, PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ

દેશના જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિતન રાજન મિશ્રાનુ 70 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ આજે તબીયત વધુ ખરાબ થયા બાદ તેમનું નિધન થયુ છે. 

શાસ્ત્રીય ગાયક  Rajan Mishra નું 70 વર્ષની ઉંમરે નિધન, PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ

નવી દિલ્હીઃ જાણીતા શાસ્ત્રીય ગાયક અને પદ્મ ભૂષણથી સન્માનિત પંડિત રાજન મિશ્રા (Rajan Mishra) નુ રવિવારે સાંજે નિધન થયુ છે. તેમણે 70 વર્ષની ઉંમરે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ  (St. Stephens Hospital) માં અંતિમ શ્વાસ લીધા હતા. 

fallbacks

સમય રહેતા ન મળી શક્યુ વેન્ટિલેટર
ડોક્ટરો પ્રમાણે મિશ્રા હ્યદય સંબંધિત ફરિયાદ હતી, જેના કારણે થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ટ્વિટર પર લોકોએ મિશ્રા માટે બેડ અને ઓક્સિજનની મદદ માંગી હતી. પછી આઈએએસ અધિકારી સંજીવ ગુપ્તાના પ્રયાસ બાદ તેમને દિલ્હીની હોસ્પિટલમાં બેડ મળ્યો હતો. ત્યારથી તેઓ ઓક્સિજન પર હતા. પરંતુ આજે તેમની તબીયત ખરાબ થવા પર તેમને વેન્ટિલેટર ન મળી શક્યુ, જેથી તેમનું નિધન થયુ છે. 

પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ, 'શાસ્ત્રીય ગાયનની દુનિયામાં પોતાની અમિટ છાપ છોડનારા પંડિત રાજન મિશ્રાના નિધનથી અત્યંત દુખ પહોચ્યુ છે. બનાસર ઘરાને સાથે જોડાયેલા મિશ્રાજીનું જવુ કળા અને સંગીત જગત માટે એક અપૂર્ણિય ક્ષતિ છે. શોકના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.'

2007મા થયું હતુ પદ્મ ભૂષણથી સન્માન
મહત્વનુ છે કે રાજન મિશ્રાનુ વર્ષ 2007મા ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માન કર્યુ હતુ. તેમનો સંબંધ બનારસ સાથે હતો. તેઓ પોતાની ખ્યાલ ગાયિકી માટે વિશ્વમાં જાણીતા હતા. મિશ્રાએ 1978મા શ્રીલંકામાં પોતાનો પ્રથમ કાર્યક્રમ આપ્યો હતો. ત્યારબાદ તેમણે જર્મની, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં પરફોર્મ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More