જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોને તેમના ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી. આ ઘટનાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે. ભારત ત્યારબાદ આકરા પાણીએ છીએ અને આ વખતે પાકિસ્તાન પર કડક કાર્યવાહીના મૂડમાં છે. એક પછી એક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને ભારતે અનેક પાકિસ્તાની કલાકારો અને ગાયકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે.
આ કલાકારોના એકાઉન્ટ બ્લોક
જે પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ બ્લોક કરાયા છે તેમાં ફવાદ ખાન, આતિફ અસ્લમ, હનિયા આમીર, માહિરા ખાન, જેવા મોટા નામ પણ સામેલ છે. આ ઉપરાંત સનમ સઈદ, બિલાલ અબ્બાસ, ઈકરા અઝીઝ, ઈમરાન અબ્બાસ, સજલ અલી, આયઝા ખાન, માયા અલી પણ યાદીમાં છે. આ કલાકારો-ગાયકોને ભારતીય દર્શકો દ્વારા ખુબ પસંદ કરાય છે ને ભારતમાં તેમના સારો એવો ફેન બેઝ છે.
પાકિસ્તાની દિલોની ધડકન ફવાદ ખાન અને બોલીવુડની વાણી કપૂરની ચર્ચિત ફિલ્મ અબર ગુલાલ પર હાલ રોક લાગી છે. આ ફિલ્મ ભારતમાં 9 મેના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ રિપોર્ટ્સ મુજબ હાલની સ્થિતિ જોતા તેની રિલીઝ ટાળવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે સંબંધો ખુબ વણસી ગયા છે. થોડા દિવસ પહેલા જ ભારત સરકારે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને બ્લોક કરી હતી જેમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, જિયો ન્યૂઝ તથા શોએબ અખ્તર, આરજૂ કાઝમી સહિત અનેક હસ્તીઓની ચેનલો પણ સામેલ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે