Home> Entertainment
Advertisement
Prev
Next

બોલીવુડની આ અભિનેત્રીઓ સાથે હતું ઇમરાન ખાનનું અફેર, લગ્ન સુધી પહોંચી હતી વાત પરંતુ....

ક્રિકેટર ઇમરાન ખાન ચોક્કા-છગ્ગાથી વધુ તેની લવ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. માત્ર પાકિસ્તાન જ નહીં બોલીવુડની ઘણી અભિનેત્રીઓ ઇમરાન ખાનને પસંદ કરતી હતી. તેમાંથી એક તો લગ્ન કરવા ઈચ્છતી હતી. 

બોલીવુડની આ અભિનેત્રીઓ સાથે હતું ઇમરાન ખાનનું અફેર, લગ્ન સુધી પહોંચી હતી વાત પરંતુ....

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને બોલીવુડનો ખુબ ખાસ સંબંધ રહ્યો છે. કોઈ જમાનામાં બોલીવુડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાન, ઇમરાન ખાનના ખુબ મોટા ફેન હતા. તો દેવ આનંદ તેને પોતાની ફિલ્મમાં હીરો તરીકે લોન્ચ કરવા ઈચ્છતા હતા. એટલું જ નહીં અહેવાલો પ્રમાણે બોલીવુડની બે દિગ્ગજ અભિનેત્રી તેની દીવાની હતી. એક અભિનેત્રી તો લગ્ન કરવા માંગતી હતી. આવો જાણીએ આ અભિનેત્રી વિશે...

fallbacks

ઇમરાન ખાનને રેખા માટે બેસ્ટ માનતી હતી અભિનેત્રીની માતા
બોલીવુડની જાણીતી અભિનેત્રી રેખા અને ઇમરાન ખાન એકબીજાને પસંદ કરતા હતા. એક રિપોર્ટ પ્રમાણે રેખા ઇમરાન ખાન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. સ્ટાર રિપોર્ટ નામના એક પેપરમાં લખ્યું હતું કે 1985માં એપ્રિલમાં ઇમરાને મુંબઈમાં રહીને રેખા સાથે સમય પસાર કર્યો હતો. બંનેને નાઇટ ક્લબમાં પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં બંનેનો સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો હતો. રેખાની માતાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેને પોતાની પુત્રીના પાર્ટનરના રૂપમાં ઇમરાન ખાનથી સારૂ કોઈ લાગતું નથી. પરંતુ બંનેના સંબંધ વધુ દિવસ સુધી ચાલી શક્યા નહીં. 

આ પણ વાંચોઃ સુપ્રીમના આદેશ બાદ ઇમરાન ખાનને છોડવામાં આવ્યા, કાલે હાઈકોર્ટમાં થશે હાજર

ક્યારે તૂટ્યો રેખા અને ઇમરાનનો સંબંધ?
ઇમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનું કહેવું હતું કે તે ક્યારેય અભિનેત્રી સાથે લગ્ન કરશે નહીં. તેમણે કહ્યું હતું- મને અભિનેત્રીઓ સાથે સમય પસાર કરવો સારો લાગે છે. પરંતુ કેટલાક સમય સુધી જ. હું તેની સાથે કેટલોક સમય રહુ છું એન્જોય કરુ છું અને પછી આગળ વધી જાવ છું. હું તેની સાથે લગ્ન ન કરી શકુ. કહેવામાં આવે છે કે ઇમરાનના આ વિચારને કારણે રેખા અને ઇમરાનનો સંબંધ તૂટી ગયો હતો. 

આ અભિનેત્રી સાથે પણ જોડાયું હતું નામ
નોંધનીય છે કે રેખા પહેલા ઇમરાન ખાનનું નામ ઝીતન અમાન સાથે પણ જોડાયું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યારે 1979માં ઇમરાન ખાને પોતાનો 27મો જન્મદિવસ બેંગલુરૂના ક્રિકેટ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં ઉજવ્યો ત્યારે તેની સાથે લેડી લવ ઝીનત અમાન પણ હાજર હતી. પરંતુ બંનેમાંથી કોઈએ આ સંબંધની વાત કબુલી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More