નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનના સમાચારથી બોલિવૂડ જગતના દિગ્ગજોથી લઈને રાજકીય નેતાઓ અને દેશના નાગરિકો સુદ્ધા આઘાતમાં જોવા મળી રહ્યાં છે. આજે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેના માટે તેમનો પરિવાર મુંબઇ પહોંચી ગયો છે. પરંતુ એવા સમાચાર છે કે સુશાંતના અંતિમ સંસ્કાર પહેલા એક ખાસ પૂજા કરવાની છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર અગાઉ એક ખાસ પૂજા કરવામાં આવશે. જેને પંચક પૂજા કહે છે. ગરૂડ પુરાણ મુજબ જો કોઈનું મૃત્યુ પંચકમાં થાય તો તો તેની સાથે આ આફત તેના પરિવારના પાંચ લોકો ઉપર પણ આવે છે.
સુશાંતના પરિવારના નજીકના જ્યોતિષીએ પરિવારને જણાવ્યું કે સુશાંત સિંહનું મૃત્યુ પંચક વિચરમાં થયું છે. અષાઢ મહિનાના પંચકની શરૂઆત 11 જૂનથી થઈ છે. જે 16 જૂન સુધી રહેશે. પંચક પાંચ પ્રકારના હોય છે જેમાં રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક, અને ચોર પંચક સામેલ છે.
જુઓ LIVE TV
સુશાંતની બહેને કહ્યું કે ડિપ્રેશનની ચાલતી હતી સારવાર
સુશાંત સિંહની બહેને જણાવ્યું કે સુશાંતની 5 મહિનાથી ડિપ્રેશનની સારવાર ચાલુ હતી. 5 દિવસ પહેલા ફોન પર વાત કરી હતી. સુશાંતે જણાવ્યું હતું કે તબિયત સારી નથી. ત્યારબાદ સુશાંતની બહેન બાંદ્રાના ઘરે આવી અને 2 દિવસ રહી. સુશાંતે ડિપ્રેશનની દવા ખાવાની બંધ કરી દીધી હતી. મિત્રો અને કૂકે જણાવ્યું કે સુશાંતનો વ્યવહાર અસામાન્ય હતો. સુશાંત ખુબ ડિપ્રેશનમાં હતો. સુશાંતના મેનેજરને સુશાંતના ફોનનો પાસવર્ડ ખબર હતો. ફોન ખોલ્યો તો છેલ્લો કોલ 3 વાગ્યાનો છે. સુશાંતે મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ઉઠાવ્યો નહીં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે