Home> Entertainment
Advertisement
Prev
Next

‘કૌઆ બિરયાની’ ના 10 સેકન્ડના રોલ માટે પંકજ ત્રિપાઠીને મળી હતી આટલી જ ફી, ખુદ એક્ટરે કર્યો ખુલાસો

pankaj tripathi 10 second scene in run movie : નેશનલ એવોર્ડ વિજેતા પંકજ ત્રિપાઠીએ એક સમયે ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા હતા... તમને રન ફિલ્મનો પોપ્યુલર સીન તો યાદ જ હશે ને

‘કૌઆ બિરયાની’ ના 10 સેકન્ડના રોલ માટે પંકજ ત્રિપાઠીને મળી હતી આટલી જ ફી, ખુદ એક્ટરે કર્યો ખુલાસો

Pankaj Tripathi : મિરઝાપુરના કાલિન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીના ચાહકોનો વર્ગ હવે તેમને વધુ ફિલ્મોમાં જોવા માંગે છે. તેમનું દરેક પાત્ર લોકોની વચ્ચે પોપ્યુલર થયું છે. તેમના ડાયલોગ્સ સોશિયલ મીડિયામાં મીમ્સ બનીને જબરદસ્ત છવાઈ જાય છે. હાલમાં જ તેમની OMG 2 ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં તેમના અભિનયના બહુ જ વખાણ થયા. રિપોર્ટ અનુસાર, પંકજ ત્રિપાઠીએ ફિલ્મ માટે અંદાજે 5 કરોડ રૂપિયાની ફી લીધી છે.

fallbacks

ભલે પંકજ ત્રિપાઠી હાલ કરોડો રૂપિયાની ફી લે છે. પંરતુ એક સમય એવો હતો, જ્યારે થોડાક રૂપિયા માટે તેમને ફિલ્મમાં નાનકડો રોલ કર્યો છે. તેમને ફિલ્મમાં રોલ પણ મુશ્કેલીથી મળતો હતો. અનેકવાર તો એવું થયું છે કે રોલ મળ્યા બાદ ફિલ્મના એડિટીંગમાં તેમનો સીન હટાવી દેવામાં આવ્યો હોય.

કાતિલ હાર્ટએટેક : આજે 4 લોકોના મોત, શાકભાજીનો વેપારી કામ કરતા કરતા ઢળી પડ્યો

જો તેમનો કોઈ પણ સીન રહી જતો, તો તે કલ્ટની કેટેગરીમાં પહોંચી જતો હતો. હવે 2004 માં રિલીઝ થયેલી ફિલ્મ રનની વાત કરીએ તો, ફિલ્મમાં કૌઆ બિરયાની એટલે કે વિજય રાજને નાની ગંગામાં નાહવાની સલાહ આપે છે અને તેમના કપડા લઈને ભાગી જાય છે. આ નાનકડા સીનમાં પણ પંકજ ત્રિપાઠીએ એવો પ્રભાવ પાડ્યો કે, હજી પણ ચાહકો તેમના એ રોલને યાદ કરે છે. 

નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવુ જોવા મળશે

રન ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની ફી 
પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યુ હતું કે, તેમેન રન ફિલ્મમાં કેટલી ફી મળી હતી. સાથે જ બોલિવુડની એ ફેમસ એક્ટ્રેસે તેમના ચેક પર સાઈન કરી હતી. પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, શુટિંગ દરમિયાન તેમણે પૂછ્યું હતું કે, આ સીન કરવાના મને કેટલા રૂપિયા મળશે કે નહિ. તો જવાબ મળ્યો હા રૂપિયા મળશે. પંકજ ત્રિપાઠીને ફી તરીકે 8000 રૂપિયાનો ચેક મળ્યો હતો.

એટલુ જ નહિ, ચેક પર બોલિવુડના દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીના સિગ્નેચર હતા. તે સમયે પંકજ ત્રિપાઠીને માલૂમ પડ્યુ કે એ ફિલ્મના પ્રોડ્યુસર શ્રીદેવી છે. 

નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવુ જોવા મળશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More