Home> Entertainment
Advertisement
Prev
Next

પંકજ ત્રિપાઠીએ શેર કર્યું મિર્ઝાપુર સીઝન 2નું ટીઝર, ઇન્સ્ટાગ્રામ પર પણ કર્યું પર્દાપણ

ટીઝરમાં કાલીન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીનું સિંહાસન પણ અંતિમ શોટમાં જોવા મળે છે, જ્યારે તેમનો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાઇ છે. 

પંકજ ત્રિપાઠીએ શેર કર્યું મિર્ઝાપુર સીઝન 2નું ટીઝર, ઇન્સ્ટાગ્રામ પર પણ કર્યું પર્દાપણ

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠીએ (Pankaj Tripathi) પોતાની હિટ વેબ સિરીઝ મિર્ઝાપુરના (Mirzapur Season) એક વર્ષ પૂરા થવા પર પોતાનું ઇન્સ્ટાગ્રામ પર્દાપણ (nstagram Debut ) કર્યું છે. આ તકે તેમણે મિર્ઝાપુરની બીજી સિઝનનું (Mirzapur Season 2) એક નાનું ટીઝર પણ શેર કર્યું છે. તેમણે ટીઝર પર કોમેન્ટ કરી 'અમે બનાવશું ઇન્સ્ટાગ્રામને મિર્ઝાપુર.' વીડિયોમાં અંતિમ સંસ્કારનો સીન દેખાડવામાં આવ્યો છે. બે ચિતાઓ સળગી રહી છે અને કેટલાક લોકો તેની આજુબાજુ ઉભા છે. 

fallbacks

ટીઝરમાં કાલીન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીનું સિંહાસન પણ અંતિમ શોટમાં જોવા મળે છે, જ્યારે તેમનો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાઇ છે. 

પંકત ત્રિપાઠી કહે છે, 'જો આયા હૈ વહ જાયેગા ભી બસ મર્જી હમારી હોગી.' મિર્ઝાપુરને પસંદ કરનારાને વર્ષગાંઠ મુબારક. નવી સીઝન 2020મા આવશે. ઇન્સ્ટાગ્રામ પર પંકજ ત્રિપાઠી અને મિર્ઝાપુરના નવા ટીઝરને જોઈને ફેન્સ ખુશ છે. મિર્ઝાપુર શોમાં ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રની ધુરા સંભાળનાર મુખ્ય માફિયાઓની ભૂમિકા પંકજ ત્રિપાઠીએ નિભાવી છે. 

હાલમાં પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'મિર્ઝાપુર આગામી સિઝન માટે પ્રશંસકો વચ્ચે ખુબ ઉત્સુકતા છે અને મને હંમેશા પૂછવામાં આવે છે કે તે ક્યારે રિલીઝ થશે. હું પણ મિર્ઝાપુરની બીજી સીઝનને લઈને ઉત્સાહિત છું. તેથી મારા માટે મિર્ઝાપુરની પહેલી વર્ષગાંઠ પર ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરવું અને મારા તથા શોના પ્રશંસકોને તે વાત વિશે જણાવવું કે આ શો જલ્દી આપવાનો છે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

क se कालीन, क se किंग of Mirzapur #YehHaiMirzapur #PankajTripathi @primevideoin @excelmovies

A post shared by Mirzapur Amazon (@yehhaimirzapur) on

સિરીઝ મિર્ઝાપુરમાં અલી ફઝલ, વિક્રાંત મૈસી, દિવ્યેંદુ શર્મા, રસિકા દુગ્ગલ, શ્રેયા પિલગાંવકર અને શ્વેતા ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. આ વિશે વાત કરતા અલીએ પાછલા વર્એષ કહ્યું હતું, 'બીજી સીઝન આશા છે કે આગામી વર્ષની શરૂઆતમાં આવશે. અમે તમને મિર્ઝાપુરની દુનિયામાં આગામી વર્ષે પરત લાવવાની આશા કરી રહ્યાં છીએ. મિર્ઝાપુરની પહેલી સિઝન 16 નવેમ્બર 2018ના શરૂ થઈ હતી. તમામની ભૂમિકાને પસંદ કરવામાં આવી હતી.'

લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More