મુંબઈ : સર્જિકલ સ્ટાઇક પર બની રહેલી ફિલ્મ 'ઉરી'માં પરેશ રાવલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો રોલ ભજવી રહ્યો છે. પરેશ રાવલે ટ્વિટર પર પોતાની ફિલ્મનો ફર્સ્ટ લુક પણ જાહેર કર્યો છે. પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલાની આ ફિલ્મમાં અજીત ડોભાલનો રોલ કરવા માટે મળેલી તકને પરેશ રાવલ પોતાના માટે ગર્વની વાત માને છે.
Proud to be playing our hero Mr Ajit Doval in film URI by Aditya Dhar. pic.twitter.com/LVfVZMoiUj
— Paresh Rawal (@SirPareshRawal) June 8, 2018
અજીત ડોભાલ એવા ભારતીય છે જે ખુલ્લેઆમ પાકિસ્તાનને મુંબઈના બદલે બલુચિસ્તાન છીનવી લેવાની ચેતવણી આપી શકે છે. અજીત ડોભાલ પાકિસ્તાનના લાહોરમાં દેશની રક્ષા માટે સાત વર્ષ સુધી મુસ્લિમ બનીને રહ્યા હતા. તેમને ભારતના સૈન્ય સન્માન કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આવું સન્માન મેળવનાર એ પહેલાં અધિકારી છે. અજીત ડોભાલ આઇપીએસ અને ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેમના પિતા ઇન્ડિયન આર્મીમાં હતા.
ગરમીથી રાહત આપતું એસી તબિયતની લગાડી શકે છે વાટ
1968ની કેરળ બેચના IPS અધિકારી અજીત ડોભાલ પોતાની નિયુક્તિના ચાર વર્ષ પછી 1972માં ઇ્ન્ટેલિજન્સ બ્યુરો સાથે જોડાયા હતા. તેમણે પોતાની કરિયરમાં સૌથી વધારે સમય ગુપ્તચર વિભાગમાં પસાર કર્યો છે. 1989માં અજીત ડોભાલે અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી ચરમપંથીઓને કાઢવા માટે 'ઓપરેશન બ્લેક થંડર'નું નેતૃત્વ કર્યું હતું. 30 મે, 2014ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજીત ડોભાલની નિમણુંક દેશના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કરી હતી. 'ઉરી'માં વિક્કી કૌશલ તેમજ એક્ટ્રેસ યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને આદિત્ય ધર ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે