Home> Entertainment
Advertisement
Prev
Next

પરિણીતી અને રાઘવની Engagement Rings છે ખૂબ જ ખાસ, કિંમત જાણી આંખો થઈ જશે ચાર

Raghav Chadha Ring Price: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈ 13મી મેની સાંજે દિલ્હીમાં ધામધૂમથી થઈ હતી. પરિણીતી ચોપરાએ સગાઈ માટે લાઈટ પીચ ડિઝાઇનર સૂટ પહેર્યો હતો જ્યારે રાઘવ ચઢ્ઢાએ આઈવરી અચકન પહેર્યું હતું. 

પરિણીતી અને રાઘવની Engagement Rings છે ખૂબ જ ખાસ, કિંમત જાણી આંખો થઈ જશે ચાર

Raghav Chadha Ring Price: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈ 13મી મેની સાંજે દિલ્હીમાં ધામધૂમથી થઈ હતી. પરિણીતી ચોપરાએ સગાઈ માટે લાઈટ પીચ ડિઝાઇનર સૂટ પહેર્યો હતો જ્યારે રાઘવ ચઢ્ઢાએ આઈવરી અચકન પહેર્યું હતું. સગાઈ બાદ બંનેની રોમેન્ટિક તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. સગાઈ પછી કપલે સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાંથી એક તસવીરમાં બંનેની વીંટી પણ દેખાય છે.  

fallbacks

આ પણ વાંચો:

Raghav Kiss Parineeti: રાઘવ ચઢ્ઢાએ મહેમાનોની સામે કરી પરિણીતીને Kiss, વીડિયો વાયરલ

લગ્ન વિના માતા બનવા જઈ રહેલી અભિનેત્રી Ileana D'cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ

Priyanka Chopra ખોલી બોલીવુડની વધુ એક પોલ કહ્યું, આ વસ્તુની પણ થાય છે અહીં ડિમાંડ

પરિણીતી ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર સગાઈની વીંટી દર્શાવતી એક તસવીર પોસ્ટ કરી છે. ફોટામાં જોઈ શકાય છે કે પરિણીતીની વીંટી સોલિટેયર ડાયમંડની છે જ્યારે રાઘવ ચઢ્ઢાની વીંટી બેન્ડ શેપમાં છે અને તેમાં હિરા જડેલા છે. પરિણીતીએ રાઘવ ચઢ્ઢા માટે જે વીંટી ખરીદી છે તેની કિંમત 1 લાખથી વધુની છે. 

વાત કરીએ પરિણીતી ચોપરાની એન્ગેજમેન્ટ રિંગની તો તેની કિંમત 80 થી 90 લાખ રૂપિયા છે. જેને અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ગઈકાલે રાત્રે પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ પછી મીડિયા સામે આવી હતી.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More