Home> Entertainment
Advertisement
Prev
Next

Parineeti-Raghav વેડિંગ લોકેશન ફાઈનલ કરવા પહોંચ્યા રાજસ્થાન, આ શહેરમાં થઈ શકે છે લગ્ન

Parineeti Chopra-Raghav Chadha: અભિનેત્રી પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા તેમના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરુ કરી ચુક્યા છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા સગાઈ પછી ડેસ્ટીનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. આ કપલ તાજેતરમાં જ લગ્નની જગ્યા જોવા માટે રાજસ્થાન પહોંચ્યુ છે.

Parineeti-Raghav વેડિંગ લોકેશન ફાઈનલ કરવા પહોંચ્યા રાજસ્થાન, આ શહેરમાં થઈ શકે છે લગ્ન

Parineeti Chopra-Raghav Chadha: અભિનેત્રી પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા તેમના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરુ કરી ચુક્યા છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા સગાઈ પછી ડેસ્ટીનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. આ કપલ તાજેતરમાં જ લગ્નની જગ્યા જોવા માટે રાજસ્થાન પહોંચ્યુ છે. પરિણીતી અને રાઘવ ઉદયપુર પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ કિશનગઢ પણ ગયા હતા. ચર્ચા છે કે રાજસ્થાન ટ્રીપ દરમિયાન પરિણીતી અને રાઘવ રોયલ વેડિંગ માટેની જગ્યાઓ જોઈ રહ્યા છે.

fallbacks

આ પણ વાંચો:

Amitabh Bachchan અને Abhishek Bachchan આ ફિલ્મમાં જોવા મળશે ફરી એક સાથે

દયાભાભી પર માં 'લક્ષ્મી'ના છે ચાર હાથ, એક્ટિંગથી દુર છે છતાં પણ કમાણી છે લાખોમાં

આ દિવસે રિલીઝ થશે Asur 2, ધમાકેદાર ટીઝર સાથે બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર

પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા રાજસ્થાનમાં ધામધૂમથી શાહી લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. જેના માટે તેઓ રાજસ્થાનના પ્રવાસે છે.  પરિણીતી ચોપડા શનિવારે પહોંચી હતી. તે અહીં લીલા પેલેસમાં રોકાઈ છે. પરિણીતી ચોપડા પછી રાઘવ ચઢ્ઢા પણ ઉદયપુર પહોંચ્યા હતા અહીંથી તેઓ કિશનગઢ જવા રવાના થયા હતા. 

પરિણીતી-રાઘવના લગ્ન  

પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા ઓક્ટોબર મહિનામાં લગ્ન કરી શકે છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ સગાઈ કરી હતી. આ દંપતીની સગાઈ દિલ્હીમાં થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More