Home> Entertainment
Advertisement
Prev
Next

પરિણીતી હવે પરણી જવાની ? ટ્વીટ કરીને કરી જાહેરાત

પરિણીતીએ રસપ્રદ ટ્વીટ કરી છે

પરિણીતી હવે પરણી જવાની ? ટ્વીટ કરીને કરી જાહેરાત

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરે થયેલા લગ્નના પહેલાના સેલિબ્રેશન વખતે નિકે  ડિનરની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે જે ગણતરીના કલાકોમાં વાઇરલ બની ગઈ હતી. આ તસવીરમાં પ્રિયંકાની કઝિન પરિણીતીની બરાબર બાજુમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ચરિત દેસાઈ નજરે ચડે છે. 

fallbacks

નેહા કક્કડનું બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ, ઇન્સ્ટા પર જાહેર કરી અંગત લાગણી

ચરિત દેસાઈ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સમાં એક અસિસ્ટન્ટ ડિરેક્ટર છે. ચરિત અને પરિણીતી કરણની ડ્રીમ ટીમ ટૂર દરમ્યાન મળ્યાં હતાં. એ વખતે ચરિત ટૂર દરમ્યાન પડદા પાછળ બનતી ઘટનાઓનું શૂટિંગ કરતો હતો. ભારત પાછા આવ્યા પછી પણ એ બન્ને વચ્ચેનો સંબંધ જામેલો રહ્યો છે. તેઓ એકમેકના સંપર્કમાં છે અને તેમની વચ્ચે સંબંધ જળવાયેલો છે. ચર્ચા હતી કે પરિણીતી અને ચરિત ટૂંક સમયમાં તેમના સંબંધની જાહેરાત કરશે. જોકે પરિણીતીએ આ વાત ઇનકાર કરી દેતી ટ્વીટ કરી છે. 

પરિણીતી અને ચરિતનું નામ ગયા વર્ષે એકબીજા સાથે સંકળાયું હતું. આ સમયે તેમણે  આ વાતને અફવા ગણાવી હતી પણ ચર્ચા છે કે આ બંને હજી પણ સિક્રેટ રીતે એકબીજા સાથે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More