Home> Entertainment
Advertisement
Prev
Next

પરિણીતી-રાઘવની સગાઈ થશે આ અઠવાડિયે જ ! દિલ્હીમાં થઈ રહી છે રિંગ સેરેમની તૈયારીઓ

Parineeti Chopra Raghav Chadha Ring Ceremony: રાઘવ ચઢ્ઢાનું ઘર દિલ્હીમાં છે તેથી આ સગાઈ દિલ્હીમાં રાખવામાં આવી છે. હાલ પરિણીતી ચોપડા પણ દિલ્હીમાં છે. જ્યારે પરિણીતી દિલ્હી પહોંચી હતી ત્યારે એરપોર્ટ ઉપર તેને રાઘવ ચઢ્ઢાએ રિસીવ કરી હતી.

પરિણીતી-રાઘવની સગાઈ થશે આ અઠવાડિયે જ ! દિલ્હીમાં થઈ રહી છે રિંગ સેરેમની તૈયારીઓ

Parineeti Chopra Raghav Chadha Ring Ceremony: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા તેમના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી બંને સતત એકબીજાની સાથે જોવા મળે છે. તેવામાં હવે તેમની સગાઈની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચર્ચાઓ છે કે બંને ટૂંક સમયમાં જ સગાઈ કરશે અને આ સગાઈ નું ફંક્શન દિલ્હીમાં યોજાશે. દિલ્હીમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની હાજરીમાં બંનેની સગાઈ થવાની છે. 

fallbacks

આ પણ વાંચો: 

કિશોર કુમારની 23 વર્ષ નાની ત્રીજી પત્ની પર મિથુન ચક્રવર્તીનું આવી ગયું દિલ અને પછી,,

બીજી વખત માતા બનશે નીતા અંબાણીની મોટી વહૂ શ્લોકા, ઈવેન્ટમાં ફ્લોન્ટ કર્યું બેબી બંપ

જાણો કોણ છે સૈયદ અબ્દુલ રહીમ ? જેના જીવન પર આધારિત ફિલ્મ છે મેદાન

ચર્ચાઓ એવી પણ છે કે પરિણીતી અને રાઘવ પાંચ એપ્રિલ પછી સગાઈ કરશે. રાઘવ ચઢ્ઢાનું ઘર દિલ્હીમાં છે તેથી આ સગાઈ દિલ્હીમાં રાખવામાં આવી છે. હાલ પરિણીતી ચોપડા પણ દિલ્હીમાં છે. જ્યારે પરિણીતી દિલ્હી પહોંચી હતી ત્યારે એરપોર્ટ ઉપર તેને રાઘવ ચઢ્ઢાએ રિસીવ કરી હતી.

પરિણીતી અને રાઘવની સગાઈ એપ્રિલના પહેલા વીકમાં જ થશે તે ચર્ચા એ જોર એટલા માટે પણ પકડ્યું છે કે હાલ પ્રિયંકા ચોપડા જોનસ પોતાના પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે મુંબઈમાં છે. ચર્ચાઓ છે કે પ્રિયંકા પોતાની બહેનની સગાઈમાં હાજરી આપશે. આ સાથે જ પરિણીતિની બહેન મીરા ચોપડા અને ખાસ મિત્રો પણ દિલ્હી પહોંચી શકે છે. જોકે પરિણીતી ચોપડા કે તેના પરિવારના સભ્યોએ આ અંગે કોઈ જ પુષ્ટિ કરી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More