Home> Entertainment
Advertisement
Prev
Next

આ હોટ હીરોઈન હતી પહેલી મહિલા સુપરસ્ટાર! જાણો અમિતાભ સહિત 34 લોકો સામે કેમ નોંધાઈ હતી ફરિયાદ?

પરવીન બાબીના જન્મદિવસે તેમની સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જણાવીશું. બહુ ઓછા લોકો જાણે છે કે દિવંગત અભિનેત્રીનો જન્મ તેના માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ થયો હતો. જૂનાગઢમાં જન્મેલી પરવીન બાબી તેના માતા-પિતાની એકમાત્ર સંતાન હતી. અભિનેત્રીના પિતા મોહમ્મદ બાબી જૂનાગઢના નવાબ હતા. બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક પરવીન મેરેજ નહતો કર્યા..

આ હોટ હીરોઈન હતી પહેલી મહિલા સુપરસ્ટાર! જાણો અમિતાભ સહિત 34 લોકો સામે કેમ નોંધાઈ હતી ફરિયાદ?

નવી દિલ્લીઃ 70-80ના દાયકાની બોલિવૂડની પીઢ અને બોલ્ડ અભિનેત્રી પરવીન બાબી આપણી વચ્ચે નથી, પરંતુ તે આજે પણ લાખો દિલોમાં રાજ કરે છે. પરવીન બાબીના ચાહકો આજે તેની 68મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ, 1954ના રોજ થયો હતો અને 20 જાન્યુઆરી, 2005ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. પરવીન બાબીએ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ઘણી હિટ ફિલ્મો આપી હતી. જો કે અભિનેત્રીના બોલ્ડનેસથી ખળભળાટ મચ્યો હતો.
પરવીન બાબીના જન્મદિવસે તેમની સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો જણાવીશું. બહુ ઓછા લોકો જાણે છે કે દિવંગત અભિનેત્રીનો જન્મ તેના માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ થયો હતો. જૂનાગઢમાં જન્મેલી પરવીન બાબી તેના માતા-પિતાની એકમાત્ર સંતાન હતી. અભિનેત્રીના પિતા મોહમ્મદ બાબી જૂનાગઢના નવાબ હતા. બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક પરવીન મેરેજ નહતો કર્યા..19 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ-
દિવંગત અભિનેત્રીએ 1972માં મોડલિંગની શરૂઆત કરી અને તેના પછીના વર્ષે માત્ર 19 વર્ષની ઉંમરે તેણે તેની પ્રથમ ફિલ્મ 'ચરિત્ર'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમની ફિલ્મ ફ્લોપ રહી પરંતુ પરવીને પોતાના અભિનયથી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા. અભિનેત્રી દીવાર, ધ બર્નિંગ ટ્રેન, નમક હલાલ, કાલા પથ્થર જેવી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી. પરવીન બાબીએ છેલ્લે વર્ષ 1991માં એક ફિલ્મમાં કામ કર્યું હતું.પ્રેમમાં મળ્યો દગો-
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પરવીન બાબીનું નામ ઘણા લોકો સાથે જોડાયેલું હતું, પરવીન બાબીને પ્રેમમાં હંમેશા દગો મળ્યો છે.પરવીન અને ડેની ડેન્ઝોંગપા વચ્ચેની લવસ્ટોરી ઘણી ફેમસ થઈ હતી, બંનેનો સંબંધ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યો હતો. ડેની સાથેના બ્રેકઅપ બાદ અભિનેત્રીના જીવનમાં કબીર બેદી આવ્યા, પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટક્યો નહીં. આ પછી પરવીનનું નામ પ્રખ્યાત નિર્દેશક મહેશ ભટ્ટ સાથે પણ જોડાયું હતું. પરંતુ સિગારેટ-દારૂની લતના કારણે મહેશે પણ તેને છોડી દીધી.. 34 લોકો વિરુદ્ધ ફરિયાદ-
તેપરવીન બાબી ગંભીર બીમારી 'પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા'નો ભોગ બની હતી. આ સમસ્યાથી એવો ડર રહેતો હતો કે કોઈ તેને મારી નાખવા માંગે છે. આ ડર અને બીમારીના કારણે તેણે મુંબઈના પોલીસ સ્ટેશનમાં 34 લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. જેમાં અમિતાભ બચ્ચન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન જેવા મોટા નામો પણ સામેલ હતી..
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More