Home> Entertainment
Advertisement
Prev
Next

Flashback : જ્યારે રિશી કપૂર પડી ગયો હતો રાજુ હિરાનીની માતાના પગમાં, કારણકે...

રિશી કપૂર આજકાલ દીકરા રણબીરની ફિલ્મ ‘સંજૂ’ની સફળતાથી ખૂબ ખુશ છે

Flashback : જ્યારે રિશી કપૂર પડી ગયો હતો રાજુ હિરાનીની માતાના પગમાં, કારણકે...

મુંબઈ : એક્ટર રણબીર કપૂરની 'સંજૂ'ને જબરદસ્ત સફળતા મળી છે. પિતા રિશી કપૂર આજકાલ દીકરા રણબીરની ફિલ્મ ‘સંજૂ’ની સફળતાથી ખૂબ ખુશ છે. રિશી આ સફળતાનો યશ રણબીર કપૂરની એક્ટિંગ અને રાજુ હિરાનીના ડિરેક્શનને આપે છે. જો કે બહુ ઓછા લોકો જાણતાં હશે કે રિશી કપૂર ઘણા સમય પહેલાથી રાજકુમાર હિરાનીના ફેન છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રણબીરે આ મામલે ખુલાસો કર્યો છે.

fallbacks

fallbacks
રણબીરે કહ્યું કે, પાપાનું રિએક્શન ક્યારે કેવું હશે તે કહેવું મુશ્કેલ છે. જ્યારે તેમણે ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મ જોઈ ત્યારે તે એટલો ખુશ હતા કે રાજુ સરની મમ્મીના પગમાં પડ્યા હતા. અને કહ્યું હતું કે, ‘તમારો દીકરો ક્યારેક મારા દીકરા રણબીર સાથે કામ કરે. તમારો દીકરો જિનિયસ છે. એ સમયે રિશી કપૂરનું આવું વર્તન જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા પણ રિશીનું આ સપનું ‘સંજૂ’ બન્યા બાદ પૂરું થયું છે. ‘સંજૂ’એ બાહુબલીથી લઈને સલમાનની ફિલ્મ રેસની કમાણી સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે.

fallbacks
નોંધનીય છે કે અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી રિશી કપૂર સ્ટારર ફિલ્મ ‘મુલ્ક’ 3 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા છે, જે ભારતમાં મુસલમાનો સાથે ધર્મના આધારે થતા ભેદભાવની વાર્તા પર આધારિત છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More