Home> Entertainment
Advertisement
Prev
Next

પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, ફેન્સ પાસે મદદ માગી તો #BringBackPayal શરૂ થયો ટ્રેન્ડ


Payal Rohatgi's Twitter account suspended : જૂન બાદ એકવાર ફરી પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. હવે પાયલ પોતાના ફેન્સ પાસે એકાઉન્ટ પરત લાવવાની વાત કહી રહી છે. 

 પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, ફેન્સ પાસે મદદ માગી તો #BringBackPayal શરૂ થયો ટ્રેન્ડ

નવી દિલ્હીઃ અભિનેત્રી અને બિગ બોસમાં જોવા મળી ચુકેલી પાયલ રોહતગીનું ટ્વીટર એકાઉન્ટ સાઉટના નિયમોનો ભંગ કરવાને કારણે બુધવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. પાયલે તેના વિરુદ્ધ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહી છે કે તેને જણાવ્યાં વગર તેના એકાઉન્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે ટ્વીટર પર #BringBackPayal નો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

fallbacks

પાયલ હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની પોસ્ટ માટે ટીકાનો પણ ભોગ બને છે.હવે ઇન્સ્ટાગ્રામ પર તેણે ટ્વીટરના તે મેસેજના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યાં છે, જેમાં તેના એકાઉન્ટ સસ્પેન્ડની વાત લખી છે. આ સિવાય તેણે એક વીડિયો પોસ્ટ પણ કર્યો છે, જેમાં તે કહે છે કે તેને સમજાતું નથી કે તેનું એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Why my Twitter Account is SUSPENDED ?????

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi) on

આ વીડિયોમાં તે કહેતી જોવા મળે છે, 'હાલ મને જાણ થઈ છે કે મારૂ ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. ન કોઈ ઈ મેલ મને મળ્યો છે. મને નથી ખબર કે તેની પાછળ શું કારણ છે, મારૂ એકાઉન્ટ તેણે કેમ ડિલેટ કર્યું છે. ન હું કોઈને ગાળો આપુ છું, ન કોઈ સાથે ખરાબ શબ્દનો પ્રયોગ કરુ છું. હું ખરેખર તથ્યોને શેર કરવાનો પ્રયાસ કરુ છું, પરંતુ લિબરલ્સ અને ટ્વીટરને કંટ્રોલ કરનાર કેટલાક અતિવાદીઓએ મારા આ પ્રયાસને ખોટી રીજે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.'

તેણે પોતાના ફેન્સને કહ્યું છે, તમે બધા ટ્વીટર ઈન્ડિયા પાસેથી માહિતી મેળવો કે મારી સાથે આમ કેમ થયું અને મારા એકાઉન્ટને પરત લાવવા માટે ટ્વીટરપાસે માંગ રાખો, બાકી તમારા લોકો સાથે વાત કરી શકીશ નહીં.

આ સાથે ટ્વીટર પર જોત-જોતામાં  #BringBackPayal ટ્રેન્ડ શરૂ થયો છે અને લોકોએ તેની સાઇટને પરત લેવાની માગ શરૂ કરી દીધી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More