Home> Entertainment
Advertisement
Prev
Next

અભિનેતા પર્લ વી પુરીને થઈ 14 દિવસની જેલ, લાગ્યો છે બળાત્કારનો આરોપ

ટીવી અભિનેતા પર્લ વી પુરી આ દિવસોમાં મુશ્કેલીમાં ફસાયો છે. પહેલા તેની બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી હવે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 
 

અભિનેતા પર્લ વી પુરીને થઈ 14 દિવસની જેલ, લાગ્યો છે બળાત્કારનો આરોપ

નવી દિલ્હીઃ નાના પદડાના જાણીતા અભિનેતા પર્લ વી પુરી (Pearl V Puri) ની હાલમાં સગીર છોકરી સાથે બળાત્કારના મામલામાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ પર્લને શનિવારે વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. 

fallbacks

સોશિયલ મીડિયા પર મચી ગયો હડકંપ
આરોપ લગાવનારી યુવતીની ઉંમર 18 વર્ષથી ઓછી છે. આ કારણ છે કે પર્લ વી પુરી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. ટીવી સિતારા પણ સતત પર્લ વી પુરી  (Pear V Puri) નું સમર્થન કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Anupamaa Spoiler Alert: અનુપમાનું સૌથી મોટુ ટ્વિસ્ટ તમને ચોંકાવી દેશે, શું અનુપમાનું થઈ જશે મોત?

સમર્થનમાં આવી એકતા કપૂર
થોડા સમય પહેલા એકતા કપૂરે એક લાંબી પોસ્ટ લખી પર્લ વી પુરી (Pear V Puri) ને નિર્દોષ ગણાવ્યો છે. પોતાની પોસ્ટમાં એકતા કપૂરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એકતા કપૂરે જણાવ્યુ કે યુવતીની માતાએ પર્લને નિર્દોષ માન્યો છે. 

આ શોમાં જોવા મળી ચુક્યો છે પર્લ
ઉલ્લેખનીય છે કે અભિનેતા પર્લ વી પુરી (Pear V Puri) બેપનાહ પ્યાર, બ્રહ્મરાક્ષસ 2 અને નાગિન 3 જેવી ઘણી સીરિયલોમાં જોવા મળી ચુક્યો છે. એકતા કપૂરની સુપર નેચરલ ડ્રામા નાગિન 3 (Naagin 3) માં તે સુરભિ જ્યોતિની સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પર્લ કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ નજર આવી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More