મુંબઈ : બોલિવૂડની ટોચની હિરોઇન પ્રિયંકા ચોપરા અને નિક જોનસના શનિવારે કેથોલિક રિવાજ અનુસાર લગ્ન થયા છે. આ લગ્ન પછી પ્રિયંકા મોટા વિવાદનો ભોગ બની છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં કેથોલિક રિવાજ અનુસાર લગ્ન થયા બાદ તેઓના લગ્નના સ્થળ ઉમેદ ભવનમાં ખૂબ જ આતિશબાજી થઈ હતી. આ આતિશબાજીને લઈને પ્રિયંકા ચોપરાના ચાહકો નારાજ થઈ ગયા છે.
હકીકતમાં થોડા સમય પહેલાં પ્રિયંકાએ પોતે દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા નહીં ફોડવા માટેની દલીલ કરી હતી. હવે પ્રિયંકાના પોતાના લગ્નમાં જ જોરશોરથી આતિશબાજી કરવામાં આવી છે. જેના કારણે પ્રિયંકા હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
Less pollution, more ladoos! Here's wishing everyone a safe and Happy Diwali! #BerokZindagi@priyankachopra pic.twitter.com/4InCs7MpHx
— Breathefree (@ibreathefree) November 6, 2018
VIDEO : શાહરૂખ-મલાઇકા સાથે નાચ્યો રણવીર, દીપિકાને કહ્યું 'ચલ છૈયા-છૈયા'
પ્રિયંકા અને નિકના લગ્નમાં ફેમિલ અને ફ્રેન્ડ્સ ઉપરાંત સેલિબ્રિટીઝ અને કુલ 80 મહેમાનો શામેલ હતા. અંબાણી ફેમેલીથી શુક્રવારે પ્રિયંકાના સંગીત સેરેમનીમાં મુકેશ અંબાણી, પત્ની નિતા, પુત્રી ઇશા અને નાના પુત્ર-પુત્રવધુની સાથે પહોંચ્યા હતા. શનિવારે પ્રિયંકા-નિકના લગ્ન પર આકાશ અંબાણી તેની ફ્યૂચર પત્ની શ્લોકા મહેતા અને તેમના જમાઇ આનંદ પીરામલની સાથે પહોંચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે