Home> Entertainment
Advertisement
Prev
Next

ગમે તે ભોગે પિતા બનવા દિલીપકુમારે સાયરાને પડતી મુકી આ પરિણીત મહિલા સાથે કર્યા હતા બીજા લગ્ન !

11 ડિસેમ્બર, 1922ના દિવસે પંજાબના પેશાવરમાં જન્મેલા મહાન એક્ટર દિલીપકુમારનો આજે 96મો જન્મદિવસ છે.

ગમે તે ભોગે પિતા બનવા દિલીપકુમારે સાયરાને પડતી મુકી આ પરિણીત મહિલા સાથે કર્યા હતા બીજા લગ્ન !

મુંબઈ : 11 ડિસેમ્બર, 1922ના દિવસે પંજાબના પેશાવરમાં જન્મેલા મહાન એક્ટર દિલીપકુમારનો આજે 96મો જન્મદિવસ છે. તેઓએ તેમનાથી 22 વર્ષ નાની પત્ની સાયરાબાનો સાથે આ દિવસની ઉજવણી કરી છે અને તસવીર પર સોશિયલ મીડિયા પર મુકી છે. દિલીપકુમાર અને સાયરાબાનોના લગ્ન થયા ત્યારે સાયરાબાનુ 22 વર્ષના અને દિલીપકુમાર 44 વર્ષના હતા. સાયરા 12 વર્ષના હતા ત્યારથી મનોમન દિલીપકુમારને પ્રેમ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ પુરી થઈ હતી. દિલીપકુમાર અને સાયરાબાનુ અત્યારે પણ દંપતિ તરીકે ખુશહાલ જીવન જીવે છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે સંતાનની ઇચ્છા પુરી કરવા માટે જીવનના એક તબક્કે દિલીપકુમારે પ્રેમાળ પત્ની સાયરાને પડતી મુકીને અન્ય પરિણીત મહિલા અસ્મા રહેમાન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે એ વાત અલગ છે કે આ લગ્ન બહુ લાંબા ચાલ્યા નહોતા. 

fallbacks

fallbacks

1980માં દિલીપ અને સાયરાના સુખી સંસારમાં કડવાશ આવી ગઈ. દિલીપકુમારે સાયરા સાથેના લગ્નના 14 વર્ષ બાદ અસ્મા રહેમાન નામની યુવતી સાથે લગ્ન કરી લીધા. આ સમયે મીડિયામાં અફવા ચાલી કે સાયરા મા બની શકતી નથી અને સંતાન પ્રાપ્તિની ઈચ્છાને લઈ દિલીપે આ પગલું ભર્યું. અસ્મા સાથેના લગ્ન બાદ સાયરા અને દિલીપ દૂર થઈ ગયા.જોકે બે વર્ષમાં જ અસ્મા અને દિલીપ અલગ થઈ ગયા. તેમના આ લગ્ન અંગે યુસુફસાબની આત્મકથા 'દિલીપ કુમારઃ સબસ્ટેન્સ એન્ડ શેડો' પુસ્તકમાં આ લગ્નને અશુભ ગણાવામાં આવ્યા છે અને માટે તે દિલગીર છે. અસ્મા અને દિલીપ કુમારની મુલાકાત હૈદરાબાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન થઇ હતી. તેઓ બહુ જલ્દી નજીક આવી ગયા હતા અને આખરે તેમણે નિકાહ કરી લીધા હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે એ સમયે અસ્મા પણ પરિણીત હતી અને તેના પોતાના સંતાનો હતા. 

fallbacks

રજનીકાંત અને અક્કીની જોડીએ તમામ ફિલ્મોને પછાડી, '2.0'એ કરી છાપરાફાડ કમાણી

મળતી માહિતી પ્રમાણે સાયરાને જ્યારે દિલીપકુમારના બીજા લગ્નની માહિતી મળી ત્યારે તેણે ડિવોર્સ માગ્યા હતા પણ દિલીપકુમારે તેને ડિવોર્સ આપવાને બદલે અસ્માને છોડી દીધી હતી. પતિ અને બાળકોને છોડીને દિલીપકુમાર સાથે પરણવાનું પસંદ કરનાર અસ્માની હાલત કફોડી થઈ ગઈ હતી અને તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આખરે અસ્મા પોતાના પતિ અને બાળકો પાસે પરત ફરી હતી અને પછી તેના કોઈ જ સમાચાર નથી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More