મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇમાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરી છે. આ કડીમાં ઝી ન્યૂઝના હાથ સુશાંત સિંહ રાજપૂતના લોનાવાલા ફાર્મ હાઉસ હૈંગઆઉટની એક્સક્લૂઝિવ તસવીરો અને વીડિયો હાથ લાગ્યા છે. જે NCBની રેડ દરમિયાન મળી આવ્યા હતા. સુશાંત સિંહએ આ ફાર્મ હાઉસ ભાડે લીધુ હતુ. જેના માટે સુશાંત સિંહ દર મહીને લગભગ 2.5 લાખ રૂપિયા ભાડું આપતો હતો.
આ પણ વાંચો:- Sushant Singh Case: સૂર્યદીપ ઝડપાયો, શોવિક સાથે મળી બનાવ્યો હતો આ પ્લાન; જાણો કોની કઇ ભૂમિકા
સુશાંતની ડ્રગ્સ પાર્ટી
NCB સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાર્મહાઉસ પર સુશાંત સિંહની સાથે રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, સિદ્ધાર્થ પિઠાનીની સાથે તેમના મિત્રો અહીં પાર્ટી કરતા હતા. આ સાથે જ બોલીવુડના પણ કેટલાક મોટા નામ આ ફાર્મહાઉસ પર પાર્ટી કરતા હતા. NCBની રેડમાં કેટલાક હુક્કા, દવાઓ, એશ ટ્રે જેવી વસ્તુઓ મળી આવી છે. NCBના સૂત્રોના અનુસાર તેમાંથી કેટલીક પાર્ટીઓ તો તે સમયે કરવામાં આવી જ્યારે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશન માટે સ્ટેરોઇડ્સ લઇ રહ્યો હતો.
આ પણ વાંચો:- Kangana Ranautએ ચંડીગઢ પહોંચતા જ સાધ્યું સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન
અત્યાર સુધીમાં 16 લોકોની થઇ ધરપકડ
તમને જણાવી દઇએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કેટલાક લોકોની પૂછપરછ ચાલી રહી છે. હવે આ કેસમાં સૂર્યદીપ મલ્હોત્રાનું નામ સામે આવ્યું છે. જ્યાં આજે ડ્રગ્સ કાંડમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એ 6 લોકોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે સૂર્યદીપે પોતાના પર લગાવેલા આરોપ નકાર્યા છે. સૂર્યદીપ ઘણી વખત સુશાંતના જૂના ઘર કેપરી હાઇટ અને પછી મોંટ બ્લેંક બિલ્ડિંગમાં જતો હતો. તે શોવિકની સાથે લગભગ દરેક જગ્યાએ હાજર રહેતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે