નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના અચાનક મોતથી તેમના ચાહકોને એક મોતો આંચકો લાગ્યો છે. કોઇ વિચારી પણ ન શકે કે હવે 34 વર્ષનો આ યુવા કલાકાર આટલી જલદી મોતને ગળે લગાવી દીધું. સોશિયલ મીડિયા પર સુશાંત રાજપૂત તેમના ચાહકો સતત પોસ્ટ લખી રહ્યા છે, કેટલાક ફેન્સ ફોટા અને વીડિયોઝ શેર કરી રહ્યા છે. કોઇપણ એ માનવા તૈયાર નથી કે હવે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ સત્ય છે કે સુશાંત હવે આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે, જ્યાંથી કોઇપણ પરત ફરીને પાછું આવ્યું નથી. તમને જણાવી દઇએ કે સુશાંત રાજપૂતને લક્ઝરી ગાડીઓનો ખૂબ શોખ હતો અને તેમની પાસે 2 લકઝરી ગાડીઓ પણ હતી, જેમની નંબર પણ સેમ હતા 4747.
સુશાંતની સૌથી મનપસંદ કાર
સુશાંતની સૌથી મનપસંદ કાર હતી માસેરાતી ક્વાટ્રોપોર્ટે (Maserati Quattroporte), જેનો નંબર હતો 4747. સુશાંત સિંહ રાજપૂતે પોતાન સપનાઓનું એક લિસ્ટ બનાવ્યું હતું, જેમાં એક શોખ ગાડીઓનો પણ હતો. તે લેંબોર્ગિની ગાડી ખરીદવા માંગતા હતા. બોલીવુડના સ્ટાર સેલિબ્રિટીઝની માફક સુશાંત પણ મુંબઇના પોશ વિસ્તારમાં બાંદ્વામાં આલિશાન ઘરમાં રહેતા હતા. તેમને કારનો પણ ખૂબ શોખ હતો.
રેંજ રોવર
સુશાંત સિંહ રાજપૂત પાસે બીજી લકઝરી કાર હતી રેંજ રોવર, જેનો નંબર પણ 4747 હતો. સુશાંતની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્દ બનાવતી હતી. એવામાં તેમની ફી પણ સતત વધતી જતી હતી. બોલીવુડમાં આવતાં પહેલાં તેમને ઘણા ટીવી શો પણ કામ કર્યું હતું.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે