Home> Entertainment
Advertisement
Prev
Next

તૈમુરને જન્મદિવસે માસી કરિશ્માએ કર્યો ખાસ મેસેજ, ટબુકડાની બર્થ-ડેની તસવીર વાઇરલ

તૈમુર કેપટાઉનમાં તેનો બીજો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે

તૈમુરને જન્મદિવસે માસી કરિશ્માએ કર્યો ખાસ મેસેજ, ટબુકડાની બર્થ-ડેની તસવીર વાઇરલ

મુંબઈ : બર્થ-ડે સેલિબ્રેશનનું આગવું મહત્વ હોય છે.  આજે સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનના દીકરા તૈમુરનો બીજો જન્મદિવસ છે. તૈમુરના આ જન્મદિવસનું સેલિબ્રેશન સાઉથ આફ્રિકામાં થઈ રહ્યું છે અને આ પ્રસંગે તેને બધા બર્થ-ડે વિશ કરી રહ્યા છે. તૈમુરને રાત્રે 12 વાગ્યે બર્થ-ડે વિશ કરવામાં માસી કરિશ્મા કપૂરે બાજી મારી લીધી. કરિશ્માએ તૈમુરની એક તસવીર શેયર કરી છે જેમાં તૈમુરની સાથે સમાઇરા કપૂર અને કિયાન રાજ કપૂર જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં તૈમુર પોતાના ભાઈ-બહેન સાથે જોવા મળી રહ્યો છે. કરિશ્માએ લખ્યું કે, “અમારી નાનકડી જાનને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ.”

fallbacks

અંકિતા લોખંડે બહુ જલ્દી કરી લેવાની લગ્ન ? બર્થ-ડે પાર્ટીમાં ખુલી ગયું સિક્રેટ

fallbacks

fallbacks

મુંબઈમાં પ્રી-બર્થ ડે સેલિબ્રેશન બાદ હાલ તૈમૂર મમ્મી-પપ્પા સાથે વેકેશન પર છે. કેપટાઉનમાં તૈમૂર સૈફ-કરીના સાથે મસ્તી કરી રહ્યો છે. કેપટાઉનમાં બીચ પર મસ્તી કરતા તૈમૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ક્યારેક પપ્પા સાથે તો ક્યારેક માટીમાં રમતા તૈમૂરની તસવીરો પરથી નજર નહિ હટાવી શકો.

તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર, 2016ના રોજ થયો હતો. ગયા વર્ષે કરીના અને સૈફે પોતાના લાડલાનો જન્મદિવસ પટોડી હાઉસમાં પરિવાર સાથે ઊજવ્યો હતો. સૈફ અને કરીના આ ટ્રીપ પર એકલા નથી તેમના કેટલાક ફ્રેન્ડસ પણ સાથે છે. સૈફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેપટાઉનમાં કરીના સાથે એક એડનું શૂટિંગ કરશે પછી ઘોડેસવારી અને તૈમૂરના બર્થ ડેને એન્જોય કરશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More