નવી દિલ્હીઃ Piyush Mishra : 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'ગુલાલ', 'પિંક' અને ILLEGAL જેવી ફિલ્મો અને વેબ સીરિઝમાં દેખાઈ ચૂકેલા એક્ટર પીયૂષ મિશ્રાએ એક મોટો ખુલાસો કર્યો છે. 60 વર્ષીય અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 7મા ધોરણમાં હતો ત્યારે એક મહિલા દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ મહિલા બીજું કોઈ નહીં પણ તેની સગી હતી. પિયુષ મિશ્રાએ તેમના એક પુસ્તક 'તુમ્હારી ઔકાત ક્યા હૈ પીયૂષ મિશ્રા' માં બાળપણમાં તેમની સાથે થયેલા એક ઘૃણાસ્પદ કૃત્યનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે આ વસ્તુએ તેના વિચારો અને જીવનને બદલી નાખ્યું.
પુસ્તકમાં પિયુષે લખ્યું છે કે લગભગ 50 વર્ષ પહેલા ઉનાળાના એક દિવસે માસૂમ પિયુષ મિશ્રાને દૂરની સગી એક મહિલા સંબંધીના હાથે જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. પીયૂષ કહે છે કે આ ઘટનાએ તેને આખી જિંદગી હચમચાવી નાખ્યો. અભિનેતાએ કહ્યું, '7મા ધોરણમાં ભણતી વખતે બનેલી ઘટના પછી હું ચોંકી ગયો હતો, હું આઘાતમાં હતો કે શું થયું હતું. સેક્સ એક એવી હેલ્ધી વસ્તુ છે કે પહેલીવારનો અનુભવ સારો હોવો જોઈએ, નહીં તો તે તમને જીવનભર ડર આપી દેશે, તે તમને જીવનભર ત્રાસ આપે છે.
આ પણ વાંચોઃ નાઈટ કલબમાં પ્રિયંકા સાથે શારીરિક સંબંધ બાંધવા પાછળ પડી ગઈ લેસ્બિયન યુવતી પછી...
જાતીય શોષણ પછી શું થયું?
પિયુષે આગળ કહ્યું, 'તે જાતીય હુમલાએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું અને તેમાંથી બહાર આવવામાં મને ઘણો સમય લાગ્યો અને ઘણા સાથીઓ મળ્યા.' પુસ્તક વિશે પિયુષે કહ્યું, 'હું કેટલાક લોકોની ઓળખ છુપાવવા માંગતો હતો. તેમાંથી કેટલીક મહિલાઓ છે અને કેટલાક પુરૂષો છે જેઓ હવે ફિલ્મ ઉદ્યોગમાં સારી રીતે સ્થાપિત છે. હું કોઈની સાથે બદલો લેવા માંગતો ન હતો કે હું કોઈને દુઃખી કરવા માંગતો ન હતો.
પિતા ડોક્ટર બનાવવા માગતા હતા
જણાવી દઈએ કે પીયૂષે પોતાના પુસ્તકમાં બાળપણથી લઈને મુંબઈમાં અભિનય સુધીની સફરની આખી વાત કહી છે. પુસ્તકમાં જ પીયૂષે જણાવ્યું કે તેના પિતા તેના પર મેડિકલ સાયન્સમાં કરિયર બનાવવા માટે દબાણ કરતા હતા. પરંતુ પીયૂષે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને 20 વર્ષની ઉંમરે NSDમાં જોડાવાનું નક્કી કર્યું.
આ પણ વાંચોઃ લગ્ન માટે તૈયાર બોલિવૂડનું વધુ એક કપલ, ઋત્વિક-સબાએ મુંબઈમાં ખરીદ્યું ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે