Home> Entertainment
Advertisement
Prev
Next

દિલ્હી HCમાં કરાઇ અરજી, બેન કરો ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર

અનુપમ ખેર અભિનીત ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ચર્ચાઓમાં છવાઇ ગયું છે. આ બધાની વચ્ચે દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર પર તાત્કાલીક અરસથી બેન કરવામાં આવે તેવી એક અરજી દાખલ કરાવામાં આવી છે.

દિલ્હી HCમાં કરાઇ અરજી, બેન કરો ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર

નવી દિલ્હી: અનુપમ ખેર અભિનીત ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ચર્ચાઓમાં છવાઇ ગયું છે. આ બધાની વચ્ચે દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર પર તાત્કાલીક અરસથી બેન કરવામાં આવે તેવી એક અરજી દાખલ કરાવામાં આવી છે. અરજીમાં કહેવામાં આઆવ્યું છે કે ટ્રેલરમાં તથ્યોની સાથે છેડછાડ કરી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

fallbacks

વધુમાં વાંચો: Pics : હિના ખાને બોયફ્રેન્ડ સાથે કર્યો એવો રોમેન્સ કે શિયાળામાં પણ છૂટી જશે પરસેવો

જણાવી દઇએ કે ભારતીય નીતિ વિશ્લેષક સંજય બારૂએ પૂર્વ પ્રધનામંત્રી ડૉ. મનોહનસિંહના જીવન પર આધારિત બુક ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર- ધ મેકિંગ એન્ડ એનમેકિંગ ઓફ મનમોહન સિંહ’ લખી છે. સંજય બારૂ મનમોહન સિંહના મીડિયા સલાહકાર પણ રહ્યાં હતા. હંસલ મહેતા આ બુક પર બનાવેલી ફિલ્મને પ્રોડ્યૂસ કર્યું છે અને ફિલ્મનું ડાયરેક્શન વિજય રત્નાકર ગુટ્ટેએ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી સિંહનો રોલ નિભાવી રહ્યાં છે.

વધુમાં વાંચો: સામે બેઠો હતો સલમાન અને વિક્કી કૌશલે કરી દીધું કેટરિનાને પ્રપોઝ...પછી થયું ધાર્યું ન હોય એવું

દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં ફિલ્મના ટ્રેલરને તાત્કાલીક રોકવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેલરમાં સિનેમેટ્રોગ્રાફી એક્ટ (Cinematography act)ના નિયમ નંબર 38 નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટ આ અરજી પર સોમવારે સુનાવણી કરશે. ઉલ્લેખનિય છે કે હાલમાં જ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને લઇને રાજકીય માહોલથી લઇને બોલીવુડ સુધી દરેક જગ્યાએ મોટી ચર્ચાઓ થઇ રહી છે. જ્યાં તેનું ટ્રેલર રિલીઝ વાયરલ થઇ ગયું હતું કો હવે આ ફિલ્મનું નવું પોસ્ટર પણ શાનદાર છે.

વધુમાં વાંચો: ગુજરાતી 'સાહેબ'ની લિપકિસ વાઇરલ, પહેલાં ક્યારેય ન જોવા મળ્યો હોય એવા રોલમાં મલ્હાર ઠાકર

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ પોસ્ટરને તેમના સોશિયલ મીડિયા વોલ પર શેર કર્યું છે. જ્યારે પાછલા પોસ્ટર દર વખતે અનુપણ ખેરનો સાઇડ લુક દેખાડવામાં આવ્યો હતો. આ પોસ્ટરમાં અનુપમ પ્રધાનમંત્રી પદની શપથ લેતા ડૉ. મનમોહન સિંહના રૂપમાં જોવા મળી રહ્યાં છે. અહીંયા અનુપમ ખેર હાથ જોડી અને આંખોમાં દેશ માટે કેટલાક સપનાઓ લઇને ઉભા જોવા મળી રહ્યાં છે. પોસ્ટર પર લખેલું હતું કે, ‘હું, મનમોહન સિંહ ઇશ્વરની શપથ લઉં છું...’

fallbacks

(ફોટો સાભાર: ટ્વિટર @taranadarsh)

વધુમાં વાંચો: જાતીય સતામણીના આરોપો પછી ફરાર 'સંસ્કારી' એક્ટરને હાલ નહીં જવું પડે જેલના સળિયા પાછળ કારણ કે...

ઉલ્લેખનીય છીએ કે આ મોસ્ટ અવેટેડ અપકમિંગ ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું ટ્રેલર 27 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચ થયાના થોડા સમયમાં જ યૂ-ટ્યૂબ પર નંબર વન ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું. ફિલ્મના ટ્રેલર લોન્ચ પછી આ ફિલ્મની રિલીઝ પર સંટડ જોવા મળી રહ્યો છે. સતત વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મને લઇને નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ફિલ્મના ટ્રેલર યૂ-ટયૂબથી ગાયબ કરી દેવામાં આવ્યું છે. બુધવારે આ વાત પર અનુપમ ખેરે યૂ-ટ્યૂબ પર ઘણો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તેમના ટ્વિટર પર ફેન્સની સાથે આ વાત શેર કરી હતી.

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More