Home> Entertainment
Advertisement
Prev
Next

Aiyyo Shraddha: જાણો કોણ છે શ્રદ્ધા જૈન? જેને મળતા જ PM મોદીએ કહ્યું ‘અય્યો’!

Aiyyo Shraddha: શ્રદ્ધા જૈન એક સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર એકાઉન્ટ સુધી શ્રદ્ધાની મજબૂત ફેન ફોલોઈંગ છે. શ્રદ્ધા જૈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે જણાવ્યું હતું કે, પીએમે તેમને મળતાની સાથે જ ‘અય્યો’ કહ્યું હતું.

Aiyyo Shraddha: જાણો કોણ છે શ્રદ્ધા જૈન? જેને મળતા જ PM મોદીએ કહ્યું ‘અય્યો’!

Aiyyo Shraddha: હાલમાં PM નરેન્દ્ર મોદીએ પોતાના કર્ણાટક પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સન્સ અને સ્ટાર્ટઅપ જગતના લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ સોશિયલ મીડિયા સ્ટાર શ્રદ્ધા જૈનને પણ મળ્યા હતા. શ્રદ્ધા જૈનને જોતા જ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘અય્યો!’. આ વાત પોતે શ્રદ્ધા જૈને કહી છે.

fallbacks

 

શ્રદ્ધા જૈન એક સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર એકાઉન્ટ સુધી શ્રદ્ધાની મજબૂત ફેન ફોલોઈંગ છે. શ્રદ્ધા જૈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે જણાવ્યું હતું કે, પીએમે તેમને મળતાની સાથે જ ‘અય્યો’ કહ્યું હતું.
 

 

PM મોદીને મળ્યા બાદ શ્રદ્ધાએ ANI સાથે વાત કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘દેશના પીએમ સાથે મુલાકાત! આ ખુશીને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તે મને મળ્યા. અને હાથ મળાવ્યો. પીએમએ મળતાંની સાથે જ કહ્યું, ‘અય્યો.’ ખરેખર, અય્યો મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. સોશિયલ મીડિયા પર મારું નામ ‘અય્યો શ્રદ્ધા’ છે. પીએમને આ યાદ હતું. તેમણે મને ઓળખી લીધો. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગઇ. શ્રદ્ધાએ વધુમાં કહ્યું કે, ‘તેમને મળવાનો અનુભવ સુખદ હતો. તેમણે દેશની વિવિધતા અને સાઉથ સિનેમા પર ખૂબ જ રસપ્રદ વાતચીત કરી હતી. હાલમાં જ શ્રદ્ધાનો HR ઇન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. આ વીડિયો ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો હતો. તેની ચેનલ યુટ્યુબ પણ ઘણી હિટ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More