Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત સિંહના નિધન પર બોલ્યા પીએમ મોદી- એક તેજસ્વી અભિનેતા જલદી ચાલ્યા ગયા


રિપોર્ટ્સ અનુસાર, ઘટનાના સમયે સુશાંતના કેટલાક મિત્રો પણ તેના ઘર પર હતા. તેના રૂમના દરવાજાને તોડવામાં આવ્યો તો રૂમમાં સુશાંત ફાંસી લગાવીને લટકેલો હતો. 
 

  સુશાંત સિંહના નિધન પર બોલ્યા પીએમ મોદી- એક તેજસ્વી અભિનેતા જલદી ચાલ્યા ગયા

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દુખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, સુશાંત સિંહના નિધનથી તેઓ દુખી છે. મહત્વનું છે કે જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. તેઓ 34 વર્ષના હતા. સુશાંત બોલીવુડના લોકપ્રિય અભિનેતામાંથી એક હતો. 

fallbacks

તેમના આકસ્મિત નિધન પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ, સુશાંત સિંહ રાજપૂત... એક ઉજ્જવલ યુવા અભિનેતા ખુબ ઝડપથી ચાલ્યા ગયા. તેમણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું. મનોરંજનની દુનિયામાં તેમણે ઘણા લોકોને પ્રેરિત કર્યા અને તે ઘણા યાદગાર રોલ પાછળ છોડી ગયા. તેમના નિધનથી સ્તબ્દ છું. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે.. ઓમ શાંતિ.

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટરમા લખ્યુ, હિન્દી ફિલ્મોના યુવા કલાકાર સુશાંત સિંહ રાજપૂતનના નિધનના સમાચારથી સ્તબ્ધ છું. તેની અભિનય ક્ષમતા, પ્રતિભા અને કૌશલ્યના લોકો દિવાના હતા. તેમનું આ રીતે જવુ દુખદાયક છે અને ફિલ્મ જગત માટે એક મોટુ નુકસાન છે. ઈશ્વર તેમના પરિવાર તથા પ્રશંસકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 

બેકગ્રાઉન્ડ ડાન્સરથી બોલીવુડના ધોની બનવા સુધી, આવી હતું સુશાંત સિંહનું કરિયર

રિપોર્ટ્સ અનુસાર, ઘટનાના સમયે સુશાંતના કેટલાક મિત્રો પણ તેના ઘર પર હતા. તેના રૂમના દરવાજાને તોડવામાં આવ્યો તો રૂમમાં સુશાંત ફાંસી લગાવીને લટકેલો હતો. પોલીસના રિપોર્ટ પ્રમાણે, તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી અભિનેતા તરીકે કરી હતી. તેને એકતા કપૂરની સીરિયલ પવિત્ર રિશ્તાથી ઓળખ મળી હતી. ત્યારબાદ તેનું ફિલ્મી કરિયર શરૂ થયું હતું. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More