Home> Entertainment
Advertisement
Prev
Next

PM નરેંદ્ર મોદીને ભણસાલીએ આપી Birthday Gift, 'મન બૈરાગી'માં બતાવશે તેમની વણજોયેલી કહાની

આ ફિલ્મને ભણસાલી અને મહાવીર જૈન પ્રોડ્યૂઝ કરી રહ્યા છે જ્યારે તેને સંજય ત્રિપાઠીએ લખી છે. પીએમ મોદી આ ફિલ્મનું પોસ્ટર હિંદી સિનેમાના બાહુબલી એટલે કે એક્ટર પ્રભાસ લોન્ચ કરવા જઇ રહ્યા છે.

PM નરેંદ્ર મોદીને ભણસાલીએ આપી Birthday Gift, 'મન બૈરાગી'માં બતાવશે તેમની વણજોયેલી કહાની

નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi) પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એવામાં તેમને દેશ અને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ અને દુવાઓ મળી રહી છે. કોઇ તેમના માટે કેક કાપી રહ્યા છે તો બીજી તરફ તેમના સંસદીય ક્ષેત્ર બનારસમાં તેમના માટે સવા કિલો સોનાનો મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. એવામાં પીએમ મોદીના જન્મ દિવસ (PM Modi Birthday) પર નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhanali) પણ એક સ્પેશિયલ ગિફ્ટ આપવા જઇ રહ્યા છે.  

fallbacks

Live : પીએમ પહોંચ્યા કેવડિયા, ડેમ પાસેના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યાં છે

જોકે ભણસાલી વડાપ્રધાન નરેંદ્ર મોદી (PM Narendra Modi) ને લઇને એક સ્પેશિયલ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ હશે 'મન બૈરાગી'(Mann Bairagi). આ ફિલ્મ લગભગ 1 કલાકની હશે અને તેનો ફર્સ્ટ લુક આજે પીએમ મોદીના જન્મદિવસ પર લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મને ભણસાલી અને મહાવીર જૈન પ્રોડ્યૂઝ કરી રહ્યા છે જ્યારે તેને સંજય ત્રિપાઠીએ લખી છે. પીએમ મોદી આ ફિલ્મનું પોસ્ટર હિંદી સિનેમાના બાહુબલી એટલે કે એક્ટર પ્રભાસ લોન્ચ કરવા જઇ રહ્યા છે. ફિલ્મ વિશે સંજય લીલા ભણસાલીનું કહેવું છે, મને આ કહાનીની સૌથી રસપ્રદ વાત તેની યૂનિવર્સલ અપીલ અને સંદેશ લાગ્યો. મને લાગે છે કે આ એક એવી વણકહેલી કહાની છે, જેને બતાવવી જોઇએ. 

PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું, રાત્રે 12 વાગે આતશબાજી કરાઈ

તમને યાદ અપાવી દઇએ કે આ પહેલાં એક્ટર વિવેક ઓબેરોય પણ પીએમ મોદીની બાયોપિક બનાવીને આ વર્ષે મે મહિનામાં રિલીઝ કરી ચૂક્યા છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યા છે, જ્યારે એસ સંજય ત્રિપાઠી તેનું નિર્દેશન કરશે. જાણકારી અનુસાર આ ફિલ્મમાં પીએમ મોદીના જીવનનો તે ભાગ બતાવવામાં આવશે જે હજુ સુધી કોઇને ખબર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More