Home> Entertainment
Advertisement
Prev
Next

PM Narendra Modi Birthday: બોલીવુડ હસ્તીઓએ PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, કિંગ ખાનનો મેસેજ છે એકદમ ખાસ

Happy Birthday PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીના બર્થડે પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ અવસરે બોલીવુડ હસ્તીઓએ પણ પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી છે. આવો જાણીએ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર કઈ-કઈ હસ્તીઓએ પાઠવી શુભેચ્છા....

fallbacks

બોલીવુડ હસ્તીઓએ પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાથી દુનિયા વાકેફ છે. પીએમ મોદી જ્યાં પણ જાય છે, જેને પણ મળે છે ત્યાં પોતાની ઊંડી છાપ છોડે છે. બોલીવુડ હસ્તીઓ પણ પીએમ મોદી સાથે ખાસ પ્રકારનું બોન્ડ શેર કરે છે. આથી તેમના જન્મદિવસને સ્પેશિયલ બનાવવા માટે અનેક હસ્તીઓએ તેમને પ્રેમભર્યા સંદેશા મોકલ્યા છે. આ યાદીમાં કરણ જૌહરથી લઈને અનુપમ ખેર, કંગના રનૌતના નામ સામેલ છે. 

આ ટ્વીટ્સ દ્વારા ખબર પડે છે કે પીએમ મોદી માટે બોલીવુડના દિલમાં કેટલો પ્રેમ અને સન્માન છે. દરેક જણે તેમના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્યની કામના કરી છે. એક સાધારણ વ્યક્તિમાંતી દેશના પીએમ બનવા સુધીની સફર તેમણે કરી છે. આથી દરેક  તેમનું સન્માન કરે છે. પ્રધાનમંત્રીની રિયલ લાઈફ પ્રેરણાદાયી કહાની પર બાયોપિક પણ બની ચૂકી છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો જન્મ ગુજરાતમં 1950માં થયો હતો. પીએમ મોદીએ જીવનમાં ખુબ સંઘર્ષ જોયો છે. એક સમયે તેઓ ચા વેચીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ તેમના હ્રદયમાં દેશ માટે કઈક કરી મીટવાની ચાહત હતી. આથી શરૂઆતમાં તેઓ આરએસએસના સભ્ય બન્યા. ત્યારબાદ ધીરે ધીરે ભાજપ સાથે જોડાઈ ગયા. ત્રણ વખત ગુજરાતના સીએમ પદે રહ્યા. ત્યારબાદ 2014માં લોકસભા ચૂંટણીમાં ઊભા રહ્યા અને દેશની જનતાએ તેમને પીએમ તરીકે ચૂંટી કાઢ્યા. પીએમ મોદીની મહેનત અને જનતાના પ્રેમના કારણે તેઓ 2019માં ફરીથી પીએમ તરીકે ચૂંટાઈ આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More