Home> Entertainment
Advertisement
Prev
Next

લતા મંગેશકરને ઝેર આપીને મારી નાખવા કરાયો હતો પ્રયાસ!

લતા મંગેશકરને એક વર્ષ સુધી આપવામાં આવ્યું હતું ધીમું ઝેર

લતા મંગેશકરને ઝેર આપીને મારી નાખવા કરાયો હતો પ્રયાસ!

મુંબઇ : સુરસામ્રાજ્ઞી ગણાતા લતા મંગેશકરને સોમવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં સમસ્યા હતી જેના કારણ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવમાં આવ્યા હતા. હાલમાં લતા મંગેશકર આઇસીયુમાં છે પણ તેમની તબિયતમાં ધીમેધીમે સુધારો થઈ રહ્યો છે. લતા મંગેશકરની વય નેવું જેટલી હોવાના કારણે તેમની તબિયતમાં સુધારો બહુ ધીમે થઈ રહ્યો છે. 

fallbacks

લતા મંગેશકરને મનોરંજન ઉદ્યોગમમાં 6 દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, આટલા લાંબી અને શાનદાર કરિયરમાં લતા મંગેશકરે 36 ભાષાઓમાં 27,000 કરતા વધાર ગીતો રેકોર્ડ કર્યાં છે. જોકે એક સમયે લતાની સફળતાને કારણે તેમના દુશ્મનોની સંખ્યા પણ ઘણી વધારે હતી અને એકવાર તો તેમને ઝેર આપીને મારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના વિશે લેખિકા પદમા સચદેવે તેના પુસ્તકમાં લખ્યું છે.

fallbacks

આ ઘટના વિશે જોઈએ તો લતા મંગેશકર જ્યારે 33 વર્ષનાં હતાં ત્યારે એક દિવસે સવારે અચાનક જ તેમના પેટમાં જબરજસ્ત દુખાવો ઉપડ્યો હતો.  થોડા સમય બાદ લતાજીને લીલા રંગની ઉલ્ટીઓ થવા લાગી જેના કારણે તરત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા.

fallbacks

ડોક્ટરે આવીને તરત જ તેમને દવાઓ આપી અને પછી ખબર પડી કે લતાજીને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું હતું અને તેમને મારવાનો પ્લાન હતો. આ ઘટના બાદ તેમનો રસોઈયો પગાર લીધા વગર જ ભાગી ગયો. આ ઘટના પછી તેમના નાના બહેન ઉષા મંગેશકરે રસોડાનો ચાર્જ લઈ લીધો. આ ઘટના પછી લતાજીને સતત 3 મહિના આરામ આપવાની સહાલ આપવામાં આવી હતી. આ ઘટના 1963ની છે.

fallbacks

લતા ભારતના દિગ્ગજ ગાયકોમાંથી એક છે અને તેમણે 1000 ફિલ્મોથી વધુમાં ગીત ગાયા છે. સાથે જ તેમણે 36 રિજનલ અને વિદેશી ભાષામાં પણ ગીત ગાયા છે. તેમને દાદાસાહેબ ફાળકે, ભારત રત્ન, ત્રણ નેશનલ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મળેલા છે. તેમને સૂર સામ્રાજ્ઞી પણ કહેવામાં આવે છે. તેમના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરી શુભેચ્છા આપી હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાના રેડિયો શો મન કી બાતમાં કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More