Taarak Mehta Ka Ooltah Chashmah: પોપટલાલના દાગીનાના કિસ્સાએ માત્ર ગોકુલધામ વાસીઓને જ નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ દર્શકોને મૂંઝવણમાં મુકી દીધા હતા. ભાઈ... આખરે પોપટલાલના દાગીના ગયા તો ગયા ક્યાં... આ વિચારથી સૌ કોઈ પરેશાન હતા. ડબ્બો તો મળ્યો પરંતુ તે ખાલી નીકળ્યો. જે જોઇને ભિડેના હોશ ઉડી ગયા હતા અને બીજી સૌથી ખરાબ વાત એ થઈ કે દાગીના જેઠાલાલના ઘરમાંથી મળ્યા તે પણ બાપુજીના કબાટમાંથી. ત્યારબાદ આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ચોરી જેઠાલાલે કરી હતી અને તેમની જેલ જવાની સંપૂર્ણ તૈયારી પણ કરી દેવામાં આવી હતી. હાથકડી પહેરાવામાં આવી અને ગોકુલધામ વાસીઓ જેઠાલાલને કોસવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ તે સમયે બાપુજી કોઈ મસીહાની જેમ આવ્યા અને જેઠાલાલને બચાવી લીધા.
જેઠાલાલે નથી કરી ચોરી
ખરેખરમાં જે આરોપ જેઠાલાલ પર લાગ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી તે ચોરી તેમણે કરી જ નથી. દાગીના તેમના ઘરમાં જ છે આ વાતથી તેઓ અજાણ હતા. કેમ કે, દાગીના બાપુજીએ જેઠાલલાથી સંતાડીને મુક્યા હતા. જ્યારે ભિડે જેઠાલાલને દાગીના આપીને ગયા ત્યારે જેઠાલાલે દાગીનાનો ડબ્બો ટેબલ પર ખુલ્લો મુકી દીધો હતો. જે જોઇ બાપુજી સમજી ગયા હતા કે જેઠિયો ઘણ બેદરકાર થઈ ગયો છે. જે બાદ જેઠાલાલને પાઠ ભણાવવા માટે બાપુજીએ દાગીના કાઢી લીધા અને ડબ્બો બંધ કરી ત્યાં જ મુકી દીધો. એટલે કે દાગીનાનો ખાલી ડબ્બો જ આખા ગોકુલધામમાં ફરતો રહ્યો.
'તારક મહેતા'નો ટપ્પુ પડ્યો આ છોકરીના પ્રેમમાં, જાણો રાજ અનડકટ કોના પ્રેમમાં પાગલ
બાપુજીએ બચાવ્યો જેઠાલાલનો જીવ
પોલીસ જ્યારે જેઠાલાલની ધરપકડ કરીને લઈ જઈ રહ્યા હતા. તે સમયે છેલ્લી ઘડીએ આવીને બાપુજીએ જેઠાલાલને બચાવી લીધા. આ મામલે બાપુજીએ સમગ્ર ઘટના ઇન્સ્પેક્ટરન ચુલબુલ પાંડેને જણાવી હતી. જે બાદ ચુલબુલ પાંડેએ જેઠાલાલને નિર્દોષ માની દાગીના ભિડેને સોંપ્યા હતા. ત્યારે બીજા દિવસે પોપટલાલ ભિડે પાસે પહોંચ્યા અને ભીડેએ બધા દાગીના તેમને પાછા સોંપ્યા હતા.
જેઠાલાલનો હંમેશા માટે સાથ છોડશે તેમના પ્રિય મિત્ર, શૈલેષ લોઢા આ કારણથી નારાજ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે