Home> Entertainment
Advertisement
Prev
Next

ડ્રગ્સ કેસમાં આ એક્ટ્રેસની કસ્ટડી 3 દિવસ વધી, હાઈ પ્રોફાઇલ પાર્ટીઓથી સંબધિત છે કેસ

બેંગલુરુ કોર્ટે શુક્રવારે જાણીતી કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી (Ragini Dwivedi), સંજના ગલરાની અને અન્ય 4 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કર્યા બાદ ત્રણ દિવસની કસ્ટડી વધારી છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (સીસીબી) જે દ્વિવેદી જેવા હાઇ પ્રોફાઇલ ગુનેગારો સાથે સંબંધિત ડ્રગ્સ સપ્લાય કેસમાં તપાસ કરી રહી છે. શુક્રવારે તેમણે આરોપીઓને સહકાર ન આપવાને આધારે પોલીસ કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી હતી. આ સાથે જ શુક્રવારે બે કથિત ડ્રગ્સ પેડલર્સની ધરપકડનો અહેવાલ સામે આવ્યો છે.

ડ્રગ્સ કેસમાં આ એક્ટ્રેસની કસ્ટડી 3 દિવસ વધી, હાઈ પ્રોફાઇલ પાર્ટીઓથી સંબધિત છે કેસ

નવી દિલ્હી: બેંગલુરુ કોર્ટે શુક્રવારે જાણીતી કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી (Ragini Dwivedi), સંજના ગલરાની અને અન્ય 4 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કર્યા બાદ ત્રણ દિવસની કસ્ટડી વધારી છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (સીસીબી) જે દ્વિવેદી જેવા હાઇ પ્રોફાઇલ ગુનેગારો સાથે સંબંધિત ડ્રગ્સ સપ્લાય કેસમાં તપાસ કરી રહી છે. શુક્રવારે તેમણે આરોપીઓને સહકાર ન આપવાને આધારે પોલીસ કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી હતી. આ સાથે જ શુક્રવારે બે કથિત ડ્રગ્સ પેડલર્સની ધરપકડનો અહેવાલ સામે આવ્યો છે.

fallbacks

આ પણ વાંચો:- રિયાએ કર્યો ખુલાસો! થાઇલેન્ડ ટ્રિપ પર સારા પણ ગઇ હતી, જ્યાં સુશાંતે...

આ છે ચાર સહયોગી
રાગિની અને સંજનાની સાથે તેમના ચાર સહયોગીઓ- રવિ શકંર, રાહુલ શેટ્ટી, નિયાજ અને લોમ પેપર સાંબાની પોલીસે કસ્ટડી પણ 14 સપ્ટેમ્બર સુધી વધારી છે. સીસીબીના અધિકારીઓએ દાવો કર્યો છે કે તપાસ હજુ ચાલી રહી છે. અધિકારીઓએ બે આરોપીઓ, રવિ શંકર (રાગિની દ્વિવેદીનો નજીકનો મિત્ર) અને પ્રશાંત રાંકા વચ્ચેનો ચેટ રેકોડ મળ્યો છે. આ ઉપરાંત, તેમણે દિલ્હીમાં હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર (કાર્યક્રમોને સંચાલિત કરનાર) વીરેન ખન્નાનું સર્ચ ઓપરેશન પણ પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચો:- સુશાંત કેસમાં મોટો વળાંક, રિયાએ બોલિવુડના 25 નશેબાજ લોકોના નામ

આ અગાઉમાં દ્વિવેદીએ તેની જામીન અરજી કરી હતી, જેને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેન્સ (એનડીપીએસ)ની ખાસ કોર્ટ દ્વારા આગામી સોમવાર (14 સપ્ટેમ્બર) સુધી સ્થગિત કરવામાં આવશે.

આ પણ વાંચો:- બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર જલદી થઈ શકે છે મોટી કાર્યવાહી, NCBના રડાર પર છે મોટા સ્ટાર્સ

ત્રણ દિવસ પહેલા ધરપકડ
દ્વિવેદીની ગત સપ્તાહ ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ પહેલા પોલીસે ગત ગુરૂવારના હાઇ પ્રોફાઇલ પાર્ટીઓના આયોજક વીરેન ખન્ના સાથે તેના કથિત સંબંધોને લઇને તના ઘર પર તપાસ કરી હતી. સંજનાની ત્રણ દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More