નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ આજે 30 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 28 નવેમ્બર, 1988ના દિવસે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. તેનું બાળપણ ચંડીગઢમાં પસાર થયું હતું. યામીએ જુલાઈ મહિનામાં પોતાની સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેયર કર્યો હતો જેને 14 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. આ વીડિયોમાં યામી જબરદસ્ત પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
યામીએ 2012માં ફિલ્મ ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં સફળ એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘એક્શન જેક્શન’, ‘બદલાપુર’ અને ‘સનમ રે’ તેમજ ‘જુનૂનિયત’ અને ‘કાબિલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નાની વયે જ યામીએ દૂરદર્શનની ‘ચાંદ કે પાર ચલો’ સીરિયલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેને લોકપ્રિયતા મળી ‘યે પ્યાર ન હોગા કમ’ સીરિયલથી. આખરે ૨012માં ‘વિકી ડોનર’ ફિલ્મ સાથે બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તે પંજાબી, તામિલ, તેલુગુ, મલયાલય, કન્નડ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
રિશી કપૂરની દીકરી ચોર ? સોશિયલ મીડિયા પર પણ માંગી માફી
એક્ટિંગ પહેલાં યામી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી રહી હતી. આ સિવાય તે આઇએએસ માટે પણ તૈયારી કરી રહી હતી. જોકે, એક્ટિંગ કરવાની તક મળતા બાકી બધું ભુલાઈ ગયું હતું. આશાસ્પદ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લેનારી યામીનું નામ સલમાન ખાનની બહેન શ્વેતાને પરણેલા એક્ટર પુલકિત સમ્રાટ સાથે જોડાતા આખી બાજી બગડી ગઈ હતી. આ વિવાદને કારણે તેની કરિયર પર ગ્રહણ લાગી ગયું હતું. હાલમાં યામી પાસે આદિત્ય ધરની 'ઉરી' છે. આ ફિલ્મમાં તેનો સહકલાકાર વિકી કૌશલ છે. યામીને તેની આ ફિલ્મ પાસેથી બહુ આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે