Poonam Pandey: 32 વર્ષની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ સર્વાઈકલ કેન્સરને લઈને જાગૃતિ ફેલાવવા માટે જે સ્ટંટ અજમાવ્યો તેનાથી સૌ કોઈ દંગી રહી ગયા છે. તેવામાં અભિનેત્રીના ઈંસ્ટાગ્રામની પોસ્ટ પણ વાયરલ થવા લાગી છે. તેણે ઈંસ્ટા પર શેર કરેલી એક પોસ્ટ તો ખૂબ જ ચર્ચામાં છે.
આ પણ વાંચો: કોઈએ નોટિસ ન કરી પણ મન્નારા ચોપડા પ્રિયંકા સાથે કરી ચુકી છે કામ, વાયરલ થયો આ Video
પૂનમ પાંડેએ એક વીડિયો શેર કર્યો જેમાં તે ક્રુઝ પર ચિલ કરતી જોવા મળે હતી. પૂનમ પાંડે પોતાના બોડીગાર્ડની વચ્ચે સિઝલિંગ ટોપ પહેરીને ચાલતી જોવા મળે છે. આ વિડીયો ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવ્યો છે.
પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પર તેના નિધનની પોસ્ટ શેર કરવામાં આવી તે પહેલા આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગોવાના આ વિડીયો પહેલા પૂનમ પાંડે એ કેટલાક ફોટોસ પણ શેર કર્યા હતા. જે ફોટોમાં પણ અભિનેત્રી ગ્લેમરસ લુકમાં જોવા મળે છે.
જોકે પૂનમ પાંડે એ છેલ્લે ઈંસ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:આર્યા 3, ભક્ષક સહિતની આ ફિલ્મો અને વેબ સીરીઝ ફેબ્રુઆરી મહિનામાં ઓટીટી પર થશે રિલીઝ
પૂનમ પાંડેના વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રીએ વર્ષ 2013 માં નશા ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લી વખત તે ધ જર્ની ઓફ કર્મા મુવીમાં જોવા મળી હતી. આ સિવાય પૂનમ પાંડે રિયાલિટી શો ખતરો કે ખેલાડીની 13મી સિઝન અને કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં પણ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે