Home> Entertainment
Advertisement
Prev
Next

મારફાડ કંગનાનું 'ધાકડ' પોસ્ટર, ફિલ્મની સ્ટોરી છે કે...

બોલિવૂડની ક્વિન ગણાતી કંગના રનૌતની આગામી ફિલ્મ જજમેન્ટલ હૈં ક્યાંનું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે.  આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

મારફાડ કંગનાનું 'ધાકડ' પોસ્ટર, ફિલ્મની સ્ટોરી છે કે...

મુંબઈ : બોલિવૂડની ક્વિન ગણાતી કંગના રનૌતની આગામી ફિલ્મ જજમેન્ટલ હૈં ક્યાંનું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે.  આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ટ્રેલરની ચર્ચા હજી શાંત નથી થઈ ત્યાં તેની બીજી ફિલ્મ ધાકડનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં આગની જ્વાળાઓ વચ્ચે બંદૂક પકડેલી કંગનાનો આ લુક તેની ફિલ્મ 'રિવોલ્વર રાની'ની યાદ અપાવે છે.

fallbacks

કંગનાની આ એક્શન ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ રજનીશ ઘાઈના ડિરેક્શનમાં બની રહી છે, જ્યારે સોહેલ મખલઈ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મના ડિરેક્ટરે કહ્યું હતું કે ફિલ્મમાં એક્શન કોરિયોગ્રાફી માટે હોલિવૂડ એક્શન ડિરેક્ટરને બોલાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા, મિડિલ ઈસ્ટ તથા યુરોપમાં કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.

પ્રિન્સ નરુલા ડુબી ગયો છે દુખના દરિયામાં ! કારણ કે...

હાલમાં કંગનાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જ્યારે મારી કોઈ વસ્તુ હોય તો બહુ બધા લોકોને પ્રોબ્લેમ થાય છે. જે આઉટસાઈડર હોય છે તે જો શ્વાસ પણ લે તો કેટલાંક લોકોને ખુબ જ તકલીફ પડે છે. આ બધાને ધ્યાનમાં રાખતા અમે લોકોએ પણ પોતાનો રસ્તો બનાવવાનુ શીખી લીધું છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More