Home> Entertainment
Advertisement
Prev
Next

અનુષ્કા શેટ્ટી અને પ્રભાસનું ચાલી રહ્યું છે પ્રેમપ્રકરણ ? આખરે ટીવીના પડદે થઈ જ ગયો ખુલાસો

પ્રભાસના ચાહકો તેની આગામી ફિલ્મ 'સાહો'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

અનુષ્કા શેટ્ટી અને પ્રભાસનું ચાલી રહ્યું છે પ્રેમપ્રકરણ ? આખરે ટીવીના પડદે થઈ જ ગયો ખુલાસો

મુંબઈ : સાઉથના સુપરસ્ટાર પ્રભાસનું નામ 'બાહુબલિ' પછી આખા દેશમાં ફેમસ થઈ ગયું છે. હાલમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ સાહોની રિલીઝની સાથેસાથે સાઉથની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથેના તેના અફેરની ચર્ચાને કારણે ચર્ચાસ્પદ છે. પ્રભાસ બહુ જલ્દી  ફિલ્મમેકર કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં જોવા મળશે. આ શોનો હાલમાં એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં પ્રભાસ, રાણા અને રાજામૌલી એકસાથે બહુ મસ્તી કરે છે અને સાથેસાથે પ્રભાસ પોતાના અફેરની ચર્ચાનો ખુલાસો પણ કરે છે. 

fallbacks

બાહુબલિ પછી પ્રભાસના ચાહકો કાગડોળે તેની નેક્સ્ટ ફિલ્મ સાહોની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયુ છે. આ પ્રભાસની બિગ બજેટ ફિલ્મ છે. હવે પ્રભાસના ચાહકો માટે એક મોટી ખુશખબરી આવી છે. હવે સાહોની રિલીઝ ડેટ સામે આવી છે. ફિલ્મના નિર્માતાઓએ ટ્વિટર પર સાહોની રીલીઝનું એલાન કર્યું હતું. ટ્વીટર પર મેકર્સે જણાવ્યું કે સાહો આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના મોકે એટલે કે 15 ઓગસ્ટના રોજ રીલીઝ થશે. મેકર્સે લખ્યું છે કે ઈટ્સ શો ટાઈમ.

સાહોમાં પ્રભાસની સાથે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પ્રભાસ સાથે એક્ટિંગ કરતી જવા મળશે. શ્રદ્ધા કપૂરના ફાળે પણ જબરદસ્ત એક્શન દૃશ્યો આવ્યા છે. સાહો શ્રદ્ધાની પહેલી સાઉથની ફિલ્મ છે. સાહોમાં શ્રદ્ધા ઉપરાંત જેકી શ્રોફ, મંદિરા બેદી, નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે અને એલી અવરામ જેવા હિન્દી કલાકારો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More