Home> Entertainment
Advertisement
Prev
Next

Coronavirus સામેની લડાઈમાં પ્રભાસ સાબિત થયો સાચો બાહુબલી, એક સેકંડમાં આપ્યા કરોડો

પ્રભાસ (Prabhas) હાલમાં જ્યોર્જિયાથી પરત આવ્યો છે. અહીં તે પોતાની ફિલ્મના શૂટિંગમાં ગયો હતો

Coronavirus સામેની લડાઈમાં પ્રભાસ સાબિત થયો સાચો બાહુબલી, એક સેકંડમાં આપ્યા કરોડો

નવી દિલ્હી : ફિલ્મ બાહુબલી સ્ટાર પ્રભાસે (Prabhas) કોરોના મહામારી (COVID- 19) સાથે લડવા માટે ચાર કરોડ રૂપિયા જેટલી મોટી રકમ દાનમાં આપી છે. પ્રભાસે ગુરુવારે 3 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અને 50-50 લાખ રૂપિયા આંધ્રપ્રદેશ અને તેલંગાના મુખ્યમંત્રી રાહત કોષમાં આપ્યા છે.

fallbacks

પ્રભાસ હાલમાં જ જ્યોર્જિયાથી પરત ફર્યો છે, જ્યાં તેની આગામી ફિલ્મ ‘પ્રભાસ 20’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેની સાથે પૂજા હેગડે પણ હતી. ત્યાંથી પાછા ફર્યા પછી, સાવચેતીના પગલા તરીકે બંને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહ્યાં હતાં.

fallbacks

પ્રભાસ પહેલા તેલુગુ સ્ટાર પવન કલ્યાણે 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ ઉપરાંત તેમના ભત્રીજા રામચરણે 1 કરોડ 40 લાખ રૂપિયા, તેલુગુ સુપરસ્ટાર પિતા ચિરંજીવીએ 1 કરોડ અને યુવા સુપરસ્ટાર મહેશ બાબુને રાહત ફંડમાં 1 કરોડનું દાન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More