Home> Entertainment
Advertisement
Prev
Next

'સાહો'ના શૂટિંગ વખતે પ્રભાસની બગડી નિયત અને પછી...

ઘણીવાર કામની જગ્યાએ કેટલીક વસ્તુઓ સાથે એવું જોડાણ થઈ જતું હોય છે

'સાહો'ના શૂટિંગ વખતે પ્રભાસની બગડી નિયત અને પછી...

નવી દિલ્હી : ઘણીવાર કામની જગ્યાએ કેટલીક વસ્તુઓ સાથે એવું જોડાણ થઈ જતું હોય છે કે વ્યક્તિ એને હંમેશા પોતાની નજીક રાખવા ઇચ્છે છે. આવું જ કંઈક થઈ રહ્યું છે બાહુબલી પ્રભાસ સાથે. પ્રભાસ તેની આગામી ફિલ્મ સાહોના શૂટિંગ દરમિયાન વાપરવામાં આવેલી કેટલીક વસ્તુઓના એટલો મોટો ચાહક થઈ ગયો છે તેની નિયત હવે આ વસ્તુઓને પોતાના ઘરે લઈ જવાની થઈ છે. 

fallbacks

હકીકતમાં સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ સાહોથી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બહુ મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સ્પેશિયલ બાઇક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસને આ કાર અને બાઇક એટલા પસંદ પડી ગયા છે કે તે એેને પોતાના ઘરે લઈ જવા ઇચ્છે છે. પ્રભાસને અંગત જીવનમાં કાર અને બાઇકનો બહુ શોક છે અને એ ઇચ્છે છે કે ફિલ્મમાં વાપરવામાં આવેલી બાઇક અને કાર તેના પર્સનલ કલેક્શનનો હિસ્સો બને. 

દયાબેન પણ પડી વીજળી, કડક શબ્દોમાં કહી દેવાયું કે...

અભિનેતા પ્રભાસે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે તેના માટે પ્રભાસે 7 થી 8 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, સાથે જ અભિનેતાએ જિમમાં પણ પરસેવો પાડ્યો છે. શ્રદ્ધા કપૂરની સાથે બાહુબલી મેગાસ્ટાર પ્રભાસ પોતાને આગામી એક્શન થ્રિલર ''સાહો'' સાથે દેશભરમાં પોતાના પ્રશંસકોને આશ્વર્યચકિત કરતાં જોવા મળશે. આ ફિલ્મ ભારતની પ્રથમ બહુભાષી ફિલ્મ છે જેને હિંદી, તેલૂગૂ  અને તમિળ આ ત્રણેય ભાષાઓમાં શૂટ કરવામાં આવી છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે મનોરંજન પુરૂ પાડશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More